તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈજ્ઞાનિક અભિગમ:ડાંગરની ખેતીમાં ખર્ચ ઘટાડીને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવવા પ્રયાસ કરો

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી કૃષિ યુનિ. દ્વારા ખેતી પાકોમાં વૈજ્ઞાનિક અભિગમ માટે ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવના ઉજવણી પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશન નવસારીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા ઓનલાઇન માધ્યમથી ખેડૂત ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઇ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.સી.કે.ટીંબડીયાઍ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિથી માહિતગાર કરીને સૌ ખેડૂતોને નવીનતમ સુધારેલી ડાંગર તથા અન્ય પાકોની જાત ખેતીમાં ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો.

કોરોના મહામારીના સમયમાં ખેડૂતો કેરી તેમજ અન્ય ખેતપેદાશો ઓનલાઇન માધ્યમથી વેચાણ કરી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા નવી એપ શરૂ કરવામાં આવી છે તેમ જણાવીને વધુમાં વધુ ખેડૂતો તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરીને તેનો લાભ મેળવવા હાંકલ કરી હતી તથા સતત જળવાયુમાં થતા સતત પરિવર્તનને રોકવા અને હવામાનને શુધ્ધ કરવા વધારે વૃક્ષો વાવવા જણાવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. કે.એ.શાહે ખરીફ ઋતુમાં ડાંગર તેમજ અન્ય પાકમાં વિવિધ જાતો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

ડાંગરની ખેતીમાં ખર્ચ ઘટાડીને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ પગલાં વિશે છણાવટ કરી હતી. આ ડાયલ આઉટ કોન્ફરન્સમાં વાંસદા તાલુકાના સિણધઇ, ધરમપુરી, સરા, કેળકચ્છ, કુકડા વગેરે ગામમાંથી 70થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇને ખેતીમાં મૂઝવતા તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...