તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નવસારીમાં તિઘરા નાકા પાસે ખાડામાં ટ્રક ફસાઇ, બે માસ પૂર્વે બનેલા માર્ગ પાસે પુરાણ ન કરાતા દુર્ઘટના

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારીના તિઘરા જકાતનાકા પાસે સોમવારે હનુમાનજી મંદિર નજીક બપોરનાં સમયે પસાર થતી ટ્રક ખાડામાં ફસાઇ હતી, ત્યારબાદ ભૂવો પડી ગયો હતો. ખાડામાંથી ટ્રકને કાઢવા ચાલકને મુશ્કેલી પડતા બીજું વાહન મંગાવવું પડ્યું હતું અને મહામુશ્કેલીથી ટ્રક ભૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ રસ્તો બે માસ પૂર્વે જ બન્યો હતો, પરંતુ રસ્તાની સાઇડમાં યોગ્ય પુરાણ કરવાના અભાવે ખાડો પડી ગયો હતો. હનુમાનજી મંદિરે દરરોજ અનેક લોકોની અવરજવર હોય નગરપાલિકા અહીં તાકીદે યોગ્ય પુરાણ કરે તેવી સ્થાનિક લોકોએ માગ કરી છે. જેથી આવી ઘટના નિવારી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો