મહારાષ્ટ્રનાં પૂણે તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટ્રક.નં.(GJ-13-AT4140)જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ડાંગ જિલ્લામાં પ્રવેશતા અને બહાર નીકળવા માટે સાકળા ઘાટમાંથી પસાર થવું પડે છે. તેવામાં હેવી વેહિકલ શ્રેણીમાં આવતા ટ્રક હાકવામાં જરા અ મસ્તી ભૂલ ભારે પડી શકે છે. ત્યારે ચાલકો જો વાહન હકવામાં ગફલત કરે તો ભારે અકસ્માત થયા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે હાલમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.