અકસ્માત:સાપુતારા ઘાટમાં ખાંડનો જથ્થો ભરેલી ટ્રક પલટી, અકસ્માતમાં ચાલક-ક્લીનરને ઈજા પહોંચી

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ખાંડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ખાંડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક (નં. આરજે-19-જીએફ-4648) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટ માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઇસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં ટ્રક સહિત ખાંડનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. અહીં સ્થાનિકોએ પલટી મારી ગયેલી ટ્રકમાંથી ખાંડનાં જથ્થાની લૂંટ પણ ચલાવી હોવાની વિગતો સાંપડી રહી છે. આ અકસ્માતનાં બનાવમાં ચાલકને નજીવી ઈજા પહોંચી હતી. જ્યારે ક્લીનરનો પગ ફ્રેકચર થતા સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...