અકસ્માત:વેસ્મા-પલસાણા રોડે ટ્રક ચાલકે હોમગાર્ડને ટક્કર મારતા મોત

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક જવાન ટ્રાફિક નિયમન કરતો હતો

નવસારીના વેસ્મા-પલસાણા રોડ પર રાત્રિના સમયે ટ્રાફિક નિયમનની ફરજ બજાવનારા હોમગાર્ડને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટના બાદ રાત્રિના સમયે ફરજ બજાવનારા કર્મચારીઓ હવે અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યાં છે. સુરતના પલસાણામાં તલોડરા ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા મનિષ ઠાકોરભાઇ આહિરે વેસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે મંગળવારે રાત્રિના સમયે તેઓ તેમની બોલેરો કાર લઈને વેસ્મા-પલસાણા રોડ પાસેથી પસાર થતા હતા.

દરમિયાન અજાણ્યા ટ્રકચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી લાવી તેમની બોલેરોને ટક્કર મારી ટ્રાફિકનું નિયમન કરતા હોમગાર્ડ જવાન સુમનભાઈ સુખાભાઈ રાઠોડ (રહે. તલોડરા, હળપતિવાસ, તા.પલસાણા, જિ. સુરત)ને અડફેટે લેતા તેનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું.

અકસ્માત કરી અજાણ્યો ટ્રકચાલક ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીમાંથી ને.હા.નં. 48 પસાર થાય છે. આ હાઈવે પર પોલીસ દ્વારા પહેલી લેન ઉપર વાહન હંકારનારા ભારે વાહન ચાલકો દિવસે પણ પોતાના વાહનો ગફલતભરી રીતે હંકારીને નાના વાહનચાલકો માટે જોખમ ઉભું કરતા હોય છે. સાથે ટ્રાફિક નિયમન કરતા જવાનો સામે પણ આ ઘટના બાદ સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...