તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડમાંથી 6 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ જામશે, જ્યારે અન્ય 7 વોર્ડમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર રહેશે. નવસારી-વિજલપોર પાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત મંગળવારે ઉમેદવારીપત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો ,જોકે એક પણ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું ન હતું.મંગળવારે ઉમેદવારોની સંખ્યા અને સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકો માટે હવે 145 ઉમેદવારો રેસમાં રહ્યા છે. ચૂંટણી જંગની સ્થિતિ જોઈએ તો કુલ 13 વોર્ડમાંથી 6 વોર્ડમાં રાજકીય પક્ષનો ત્રિપાખીયો મુકાબલો થશે.જેમાં વોર્ડ 1,2,7,10 અને 11માં ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)નો જ્યારે વોર્ડ-6 માં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીનો તમામ 4 બેઠક ઉપર મુકાબલો થશે.આ સિવાયના અન્ય 7 વોર્ડમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થશે.જોકે આ 7 વોર્ડમાં પણ એક યા બે બેઠક પર આપ એ ઉમેદવાર ઉભા રાખ્યા છે. અપક્ષ પણ કેટલાક મેદાનમાં છે.
જલાલપોર તા. પં.ની છીણમ બેઠક પર કોંગી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં ભાજપ બિનહરીફ
જલાલપોર તાલુકા પંચાયતની છીણમ બેઠક ઉપરના કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપે ખાતું ખોલી દીધું હતું. તાલુકા પંચાયતની 20 બેઠક માટે મંગળવારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો.જે કોંગ્રેસ માટે નુકસાનકારક હતો.તાલુકા પંચાયતની છીનમ બેઠક ઉપરની કોંગ્રેસી ઉમેદવાર ભાવનાબેન અરવિંદભાઈ રાઠોડે ફોર્મ ખેંચી લેતા આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રોશનીબેન અશ્વિનભાઈ પટેલ બિનહરીફ થશે.
આ સાથે 1 બેઠકથી ભાજપે મતદાન અને પરિણામ અગાઉ જ ખાતું ખોલી દીધું હતું. આ સિવાયની તાલુકા પંચાયતની 19 બેઠકોની સ્થિતિ જોઈએ તો મહુવર-2 અને વેસમાં બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાંખીયો મુકાબલો થશે.અન્ય 17 બેઠક ઉપર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો થશે.
જિલ્લા પંચાયતની 30 બેઠક પર 73 ઉમેદવાર
નવસારી જિલ્લા પંચયાતની 30 બેઠકોની ચૂંટણીમાં મંગળવારે ચિત્ર સ્પષ્ટ થયું હતું. જે અંતર્ગત 30 બેઠકો માટે 73 ઉમેદવાર રેસમાં રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 30 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ ઉપરાંત બીએસપીએ 2, આપે 4, અપક્ષ 1 અને અન્ય 6 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. અહીં અનેક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો થશે.
નવસારી તા. પં.માં 3 બેઠક પર ત્રિપાંખીયો, 13 પર દ્વિપાંખીયો જંગ
નવસારી તાલુકા પંચાયતની તમામ 16 બેઠક ઉપર ચૂંટણી માટે મતદાન થશે. ફોર્મ પરત ખેંચવાની મુદતમાં કોઇએ ફોર્મ ન ખેચતા કોઇ બેઠક બીનહરીફ થઇ ન હતી. પંચાયતની 3 બેઠક ઉપર ત્રિપાંખીયો અને 13 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. તાલુકા પંચાયતની મુનસાડ, ખડસુપા અને ઉગત બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સાથે આપ યા અપક્ષ ઉમેદવારનો ત્રિપાંખીયો જંગ થશે.
આ સિવાયની અન્ય 13 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જ થશે. મંગળવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોઈ ફોર્મ ખેંચાયું ન હતું અને ચિત્ર સ્પષ્ટ થયું હતું. ચિત્ર સ્પષ્ટ થઇ જતાં હવે આગામી દિવસોમાં ઉમેદવારોનો પ્રચાર શરૂ થશે.
બે કપાયેલા અસંતુષ્ટ ભાજપના મત કાપશે
ભાજપની ટિકિટ ન મળતાં વોર્ડ નંબર-1માં ગત ટર્મના કાઉન્સિલર ભુપત દૂધાત તથા વોર્ડ નંબર-5માં અગ્રણી છનાભાઇ જોગીએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. અને પરત ન ખેંચતા રેસમાં રહ્યાં છે. જેને લઇને આ બન્ને ઉમેદવાર ભાજપને નડશે અેમ લાગી રહ્યું છે.
વોર્ડવાર ઉમેદવારની સંખ્યા
વોર્ડ નં. | ઉમેદવાર |
1 | 13 |
2 | 13 |
3 | 9 |
4 | 8 |
5 | 9 |
6 | 14 |
7 | 12 |
8 | 9 |
9 | 10 |
10 | 14 |
11 | 15 |
12 | 9 |
13 | 10 |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.