મતદાન:નવસારી જિલ્લાની ચારેય બેઠકો ઉપર આદિવાસીઓ પ્રભાવી, 3 બેઠકો ઉપર કોળી મતદારોની સંખ્યા સારી

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
90 ટકા આદિવાસી મતદાર ધરાવતી વાંસદા બેઠકનો ભૌગોલિક નકશો. - Divya Bhaskar
90 ટકા આદિવાસી મતદાર ધરાવતી વાંસદા બેઠકનો ભૌગોલિક નકશો.
  • કુલ મતદારોના 70 ટકા તો આદિવાસી અને કોળી , વાંસદા બેઠક ઉપર 90 ટકા આદિવાસી મતદારો, જલાલપોરમાં કોળી મતદારો 42 ટકાથી વધુ

નવસારી જિલ્લાની તમામ 4 બેઠકો ઉપર આદિવાસી મતદારો પ્રભાવી છે ત્યાં વાંસદા સિવાયની 3 બેઠકો ઉપર કોળી મતદારોની સંખ્યા પણ વધુ હોય તેઓની મહત્વની ભૂમિકા છે. નવસારી જિલ્લામાં 4 વિધાનસભા મત વિસ્તાર છે, જેમાં નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદાનો સમાવેશ થાય છે. આ ચારેય મત વિસ્તારોમાં જાતિગત મતદારોની સ્થિતિ ઉમેદવારોએ ધ્યાને લેવી પડે અને પરિણામો ઉપર અસર કરે એમ છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, જિલ્લાના ચારેય મતવિસ્તારો ઉપર આદિવાસી મતદારો પ્રભાવી છે. વાંસદા મતવિસ્તારમાં તો આશરે 90 ટકા મતદારો આદિવાસી હોય મોટેભાગે તેઓ જ પરિણામ નક્કી કરે છે. ત્યારબાદ ગણદેવીમાં ટકા છે. અન્ય બે મતવિસ્તારોમાં નવસારીમાં ટકા અને જલાલપોર ટકા આદિવાસી મતદારો છે. વધુ મતદારોની સંખ્યાને લઇ જિલ્લાની બે બેઠકો વાંસદા અને ગણદેવી તો એસ તી ઉમેદવારો માટે અનામત છે અને આદિવાસી જ ધારાસભ્ય અહીથી બની રહ્યા છે.

આદિવાસી બાદ જિલ્લામાં અન્ય વધુ સંખ્યામાં મતદારો કોળી જ્ઞાતિ ના છે. જોકે વાંસદા બેઠક ઉપર સંખ્યા ખાસ નથી, અન્ય 3 બેઠકો ઉપર કોળી મતદારોની સંખ્યા પ્રભાવી છે. સૌથી વધુ જલાલપોર બેઠક ઉપર ટકા છે. અન્ય બે બેઠકોમાં ગણદેવી બેઠક ઉપર ટકા અને નવસારી બેઠક ઉપર ટકા કોળી મતદારો છે, જે ત્યાંની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

ગણદેવીમાં આદિવાસી 55 ટકા
આદિવાસી મતદારોની સંખ્યાની દૃષ્ટિએ જિલ્લામાં વાસદ બાદ ગણદેવી બેઠક બીજા ક્રમે આવે છે. અહી કુલ મતદારોની સંખ્યા 2.92 લાખ છે, જેમાં આદિવાસી મતદારો 55 ટકા જેટલા છે. ત્યારબાદ કોળી મતદારો 22 ટકાથી વધુ છે. આ બે જ્ઞાતિના મતદારો સિવાય અન્ય જ્ઞાતિઓ જેવી કે ટંડેલ, મુસ્લિમ, અનાવિલ, બ્રાહ્મણ વિગેરેની સંખ્યા પણ નોંધનીય છે.

જલાલપોરમાં ટંડેલ, પરપ્રાંતિય, મુસ્લિમ મતદાર પણ નોંધનીય
જલાલપોર બેઠક ઉપર કુલ મતદાર 2.36 લાખ છે. જોકે હજુ પણ 42 ટકાથી વધુ કોળી છે. આ ઉપરાંત અન્ય જ્ઞાતિઓના મતદારો કુલ મતદારોમાં જોતા હળપતિ આદિવાસી 15 ટકા, ટંડેલ 8 ટકા, પરપ્રાંતીય (ખાસ કરીને વિજલપોરમાં રહેતા મરાઠી તથા હિન્દીભાષી )7 ટકા, મુસ્લિમ 8 ટકા, પાટીદાર 5થી 6 ટકા જેટલા છે. આ ઉપરાંત અનાવિલ સહિતની જ્ઞાતિઓની સંખ્યા પણ નોંધનીય છે.

વાંસદામાં ધોડિયા, કુકણા સમાજના વધુ
વાંસદા બેઠક ઉપર કુલ મતદારોની સંખ્યા 2.99 લાખ છે, અહીં જિલ્લામાં સૌથી વધુ આદિવાસી મતદારો અંદાજે 90 ટકા જેટલા છે. જોકે આ આદિવાસી મતદારોમાં પણ વધુ સંખ્યા ધોડિયા અને કુકણા સમાજના મતદારોની વધુ છે. આ ઉપરાંત ગામીત, વારલી, આદિમ જૂથ, નાયકા હળપતિ જ્ઞાતિના મતદારો પણ છે.

નવસારી બેઠક ઉપર અનાવિલ મતદાર 10 ટકા નહિ પણ પ્રભાવી કારણ..
નવસારી બેઠક અગાઉ આદિવાસી અનામત હતી પણ 2012થી સામાન્ય કરાઈ છે. આ બેઠક જ એકમાત્ર જિલ્લામાં એવી છે. જ્યાં એક કોમના મતદારો ખૂબ વધુ હોય. આ બેઠક ઉપર કુલ મતદાર 2.49 લાખ છે. જેમાં પણ સૌથી વધુ આદિવાસી હળપતિ 22 ટકાથી વધુ છે. કોળી પણ 13 ટકા જેટલા છે. આ બેઠક ઉપર જેટલી કોમ જાતિં છે.

તેટલી જિલ્લાની અન્ય બેઠકો પર નથી. આ ઉપરાંત 4 ટકા જૈન, 4 ટકા પાટીદાર, 7 ટકા મુસ્લિમ, 4થી 5 ટકા એસ સી પણ છે. આ બેઠક ઉપર અનાવિલ મતદાર અંદાજે 7થી 8 ટકા છે. જોકે ચૂંટણીમાં વધુ પ્રભાવ આ કોમનો રહ્યો છે. આ કોમના લોકો ખેતી, સહકાર,શિક્ષણ, તબીબી, વકીલાત, ધંધા વેપાર, નોકરીઓ સહિત મહત્તમ ક્ષેત્રમાં આગળ પડતાં છે. અન્ય તમામ કોમ સાથે પણ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...