તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Tribal Organization Held Mahayagna In Khergam To Protest Against Unemployment And Inflation, Detained Members Even Before Yajna Was Held In The City

નવતર વિરોધ:આદિવાસી સંગઠન દ્વારા ખેરગામમાં બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં મહાયજ્ઞ યોજ્યો, શહેરમાં યજ્ઞ યોજે તે પહેલા જ સભ્યોને ડીટેઈન કર્યા

નવસારીએક મહિનો પહેલા
  • કેટલાક વિસ્તારોમાં યજ્ઞને ઠારવાનું કામ પોલીસે કર્યું

પ્રવર્તમાન સરકારના સાશનમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે તેને લઈને વિવિધ સામાજિક સંગઠન અને રાજકીય સંગઠનોનો વિરોધ નોંધાવી રહ્યા છે જે પૈકી નવસારી જિલ્લામાં આવેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના સંયુક્ત પ્રયાસ રૂપે એક વિરોધ પ્રદર્શન કરતો મહાયજ્ઞનું આયોજન રવિવારે કરવાનું આયોજન હતું જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સેન્ચ્યુરી લાગી જતા યજ્ઞ કરી ભાવ ઓછો થાય તે માટે સરકારનો વિરોધ કરવાની અનોખી પદ્ધતિ આદિવાસી સંગઠન એ અપનાવી હતી.

આ યોજાનાર આ યજ્ઞમાં રાંધણ ગેસના બાટલામાં 800થી વધુ ભાવ વધ્યો, ખાદ્ય તેલ નો ભાવ 2800ને પાર થયો બેરોજગાર બનેલા લોકોને નોકરી નથી મળતી, સરકારી ક્ષેત્રે ખાનગીકરણ થવા જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરીને આદિવાસી સંગઠન અને પ્રવર્તમાન સરકારનો વિરોધ કરવાનું નક્કી કરીને એક મહાયજ્ઞ કરવાનું આયોજન થતાં પૂર્વે નવસારી શહેરમાં સંગઠનના સભ્યોની અટકાયત ટાઉન પોલિસ દ્વારા કરવામાં આવી હતી જેને પગલે તાલુકે તાલુકે આ પ્રકારની અટકાયત શરૂ થાય તે પહેલા ખેરગામમાં સંગઠનના કેટલાક સભ્યોએ પોલીસને ચકમો આપી જાહેરમાં મહાયજ્ઞનું આયોજન કર્યું છે.

ખેરગામના પાણીખડક રોડ પાસે BTS અને BTP ના સભ્યો એ પોલીસને ચકમો આપીને મહાયજ્ઞ કર્યો હતો,સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ યોજવાનો હતો પણ પોલીસે મોટાભાગના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી લેતા સરકારના વિરોધના મહાયજ્ઞનને ઠારવાનો પ્રયત્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...