• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Tribal Development Minister Nareshbhai Patel Inaugurated Rural Roads To Be Constructed At A Cost Of Rs 495 Lakh In Chikhli Taluk.

ખાતમુહૂર્ત:ચીખલી તાલુકામાં રૂા 495/- લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્તાઓનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત ચિખલી તાલુકાના ચિખલી , હોન્ડ તેજલાવ, ચિમલા, ચરી અને ઘેજ ગામમાં રૂા.495/- લાખના ખર્ચે નિર્માણ થનાર માર્ગનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ચીખલી વાસંદાથી ચીખલી, ખેરગામ જોઈનીંગ રોડ 1.25 કિ.મી લંબાઈનો 50.00 લાખના ખર્ચે, રામનગર સ્વામિનારાયણ મંદિરથી તલાવચોરા અટગામ 1.10 કી.મી. લંબાઈના રૂા.35.00 લાખના ખર્ચે, હોન્ડ ગામે હોન્ડ ચોકી નવેરા ફળીયા રોડ 1.10 કી.મી લંબાઇનો રૂા.35.00 લાખના ખર્ચે , તેજલાવ ગામે તેજલાવ આશ્રમશાળાથી સીતા ફળિયા જોઈનીંગ રોડ 2.00 કિ.મી. લંબાઈનો રૂા. 70.00 લાખના ખર્ચે , ચિમલા ગામમાં ધોડીયાવાડથી ભૂરી કોતર થઈ ગૌચર તરફ જતો રસ્તો 1.00 કી.મી. લંબાઈના રૂા.35.00 લાખના ખર્ચે , ચરી ગામમાં ચરી ઉખડ ફળીયા મુખ્ય રસ્તાથી અરવિંદ રામુના ઘર સુધી રોડ-ચરી હરીજનવાસ રોડ 2.20 કિ.મી. લંબાઈના રૂા.757.00 લાખના ખર્ચે, ઘેજ ગામમાં ઘેજ દુકાન ફળીયાથી વાલધરા જોઈનીંગ રોડ 2.50 કી.મી. લંબાઈના રૂા.60.00 લાખના ખર્ચે, ઘેજ નાના ડુંભરિયાથી મોટા ડુંભરિયા 1.50 કી.મી. લંબાઈના રૂા. 750.00 લાખના ખર્ચે, ઘેજ હરીજનવાસ આઠમણા મહોલ્લા તરફ 0.70 કી.મી. લંબાઈના રૂા. 25.00 લાખના ખર્ચે નિર્માણ થનાર ઉપરોક્ત તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિવિધ અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં
જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષા શ્રીમતી દીપાબેન પટેલ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતાબેન પટેલ પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...