તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:શહેરની મોંઘીદાટ સેવાની સામે ગ્રામ્ય વિસ્તારમાં રાહત દરે સારવાર,અંબાના ઝાડ નીચે દર્દીને બાટલા ચઢાવાયા

નવસારી3 મહિનો પહેલા
  • આંબાના ઝાડ નીચે સારવાર આપીને તબીબે ધર્મ નીભાવ્યો

હાલમાં કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવી હોય તો 50 હજારથી 1 લાખ સુધીની ફી વસુલવામાં આવે છે. અને જો રેમડેસિવિર ઇન્જેક્શન લેવામાં આવે તો ખર્ચો વધી શકે તેમ છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ સેવાભાવ અને તબીબ ધર્મ જીવંત છે. વાંસદા તાલુકાના સુખાબારી ગામના તબીબ મહેન્દ્ર દેશમુખે કોરોનાના સામાન્ય લક્ષણ તાવ કે અન્ય બીમારી હોય તેવા દર્દીને અંબાની વાડીમાં સારવાર આપીને સાજા કરી રહ્યાં છે.

આંબાના ઝાડ પર ઓક્સિજન સહેલાઇથી મળતા દર્દીઓને બોટલ ચઢાવીને સાજા કરતા હોવાથી આજુબાજુના પંથકમાં તેઓ ખાસ્સા લોકપ્રિય થયા છે.ઓછા સ્ટાફ સાથે 50 થી 60 દર્દીઓ સાજા થાય છે હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકર્યો છે. અને ખૂબ જ ઝડપી રીતે વધી રહ્યો છે. જેને રોકવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ સેવા કાર્યોની શરૂઆત થઈ છે. જેની સામે ડોક્ટર દેશમુખ અનોખી રીતે પુરા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રથમ તબક્કામાં સાજા કરી રહ્યાં છે. જેને લઇને કોરોના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતુ અટકી રહ્યું છે. બી.એ.એમ.સી ની ડીગ્રી ધરાવતા ડોક્ટર મહેન્દ્ર દેશમુખ આયુર્વેદિક પદ્ધતિનો પણ ઉપયોગ કરી દર્દીઓને ઝડપી રીતે સાજા કરી રહ્યાં છે.

હાલમાં ગ્રામીણ વિસ્તારમાં લોકો એલોપેથી સાજા થવામાં ઓછો વિશ્વાસ ધરાવે છે. ત્યારે ડો.દેશમુખે આજે પણ વિશ્વાસ અકબંધ રાખીને સેવા કાર્ય શરૂ રાખ્યું છે. હાલમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના બેટ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.દર્દીઓનું ભારણ અન્ય હોસ્પિટલમાંથી ઘટી રહ્યું છેત્યારે ડોક્ટર મહેન્દ્ર દેશમુખ આંબાની વાડીમાં સારવાર આપીને દર્દીઓને સજા કરતા વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓનું ભારણ અન્ય હોસ્પિટલમાંથી ઘટી રહ્યું છે. અન્ય તાલુકા તેમજ શહેર વિસ્તારમાં પણ જો પ્રાઇવેટ ડોક્ટર સેવાકીય ઉદ્દેશથી કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ટ્રીટમેન્ટ આપી સાજા કરતાં અનેક દર્દીઓ તેમને આશીર્વાદ આપી રહ્યાં છે.

સુરેશ પટેલે ખાટલાની સુવિધા ઉપલબ્ધ કરાવી

સારવાર કરતાં દર્દીઓ જમીન ઉપર સારવાર કરતા હોવાના સમાચાર સ્થાનિક સુરેશ પટેલને મળતા તેઓએ ખાટલાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેમાં તમામ દર્દીઓને હવે જમીન પર સૂવું નહિ પડે, સુરેશ ભાઈએ 10 ખાટલા અને 10 ગાદલા આપીને દર્દીઓની સુવિધામાં વધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...