ધરપકડ:જલાલપોરમાં ચરસ મળવાની ઘટનામાં મુખ્ય આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટક

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ શિતલ આંટી અને તેના દીકરાની ધરપકડ થઇ હતી જ્યારે સપ્લાયર ફરાર હતો

નવસારીના જલાલપોર વિસ્તારમાં રહેતી શિતલ આંટી સુરત જઈને ચરસના વેચાણનો કારોબાર કરતી હતી. આ અંગેની માહિતી સુરત DCBને મળતા ડુમસ રોડના લક્ઝરીયા ટ્રેડ પાસે શિતલ આંટી સાથે તેના એક પુત્ર ઉત્સવ સાંગાણીની ધરપકડ કરી હતી. નવસારી એલસીબી અને જલાલપોર પોલીસે સંયુકત ઓપરેશનરૂપે તેના પતિ અને અન્ય એક પુત્રની પણ ઘરેથી ધરપકડ કરી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે હિમાચલ પ્રદેશથી શીતલ આંટીને ચરસનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર નિરવ પટેલ ફરાર હતો.

જો કે 4 માસ બાદ નિરવ સુરતમાં દેખાતા સુરત પોલીસે તેની 27 જુલાઈના રોજ અટક કરી હતી. નવસારી પોલીસમાં પણ ગુનો બન્યો હોય નવસારી એસઓજીએ નિરવ પટેલનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ અટક કરી હતી. પોલીસે નિરવ પટેલના 3 ઓગસ્ટના રોજ નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કોણ છે નિરવ પટેલ...
ત્રણ વર્ષ પહેલા નિરવ પટેલે મગજનું ઓપરેશન કરાવ્યું હતું. તે વખતે કેરટેકર તરીકે શિતલને નોકરી પર રાખી હતી. બાદમાં નિરવ સારો થઈ જતાં તેણે શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે જણાવ્યું હતું. શરૂઆતમાં શિતલને ચરસનો માલ નિરવના કહેવાથી હિમાચલ પ્રદેશથી આરતી આપીને જતી હતી. પછી ધીરે ધીરે આ ધંધામાં શિતલ પણ નિરવને મળવાના બહાને હિમાચલ પ્રદેશ જઈ લાખોનો ચરસનો માલ ટ્રેન મારફતે લઇ આવતી હતી.

નિરવ પટેલના બે દિવસના રિમાન્ડ
સુરત પોલીસે નિરવની 28મી જુલાઈએ અટક કરી હતી. નવસારીમાં પણ ગુનો હોય ટ્રાન્સફર વોરંટથી તેને નવસારી લાવી નવસારી કોર્ટમાં રજૂ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. > પી.બી. પટેલીયા, પીઆઈ, નવસારી એસઓજી

અન્ય સમાચારો પણ છે...