તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગમાં 100 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી, આહવા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ એજયુકેશન ટ્રસ્ટ, ફોર્ટ-સોનગઢ દ્વારા પૂર્વપોલીસ/આર્મીભરતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ, કુંકણા સમાજની વાડી, વાંસદામાં શરૂ કરવામાં આવ્યા છે. આ તાલીમ વર્ગમાં ડાંગ જિલ્લાના ધોરણ-12 પાસ તેમજ તેથી વધુ અભ્યાસ કરેલ યુવક/યુવતીઓ મળીને કુલ 100 વિદ્યાર્થીને તાલીમ અપાઇ રહી છે. આ તાલીમ વર્ગની મુલાકાત વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, જીવનમાં સફળ થવા માટે નમ્રતા, શિસ્તતા અને વિનમ્રતા જરૂરી છે. ડાંગ જિલ્લાના આદિવાસી બાળકો રાજયના અન્ય બાળકો સાથે હરિફાઇ કરી શકે તે માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. રાજય સરકારે આદિજાતિના બાળકો માટે ખાસ તાલીમ વર્ગો શરૂ કરીને આદિવાસી બાળકોમાં રહેલ સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા આગળ વધી રહી છે. ગુજરાતમાં 15 ટકા વસતિ આદિવાસી સમાજની છે તેના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજ માટે રાજય સરકાર 241 જેટલી યોજના અમલી બનાવી છે. આ અવસરે મંત્રી રમણલાલ પાટકર તથા મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને ટ્રેક શુટ, નોટબુક અને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો