સ્વ-નિર્ભરતા તાલીમ કાર્યક્રમ:નવસારી કેવીકેમાં મહિલા લઘુઉદ્યોગ સાહસિકતા અંગે 40 ખેડૂતને તાલીમ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેવીકેમાં ઉપસ્થિત મહિલા ખેડૂત - Divya Bhaskar
કેવીકેમાં ઉપસ્થિત મહિલા ખેડૂત
  • કાર્યક્રમમાં ડો.રશ્મિકાંત ગુર્જરે ડ્રેગન ફ્રૂટ-કાગદી લીંબુના રોપા આપ્યા

ગ્રામ્ય ખેડૂત મહિલાઓને ખેતી –પશુપાલન કાર્યો ઉપરાંત વધારાની આવક મળી રહે અને તેઓમાં આર્થિક સ્વ-નિર્ભરતા અંગે જાગૃતતા કેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારી અને દેસાઈ ફાઉન્ડેશન,નવસારીના સંયુક્ત ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા લઘુઉદ્યોગ સાહસિકતા વિકાસ અંગે કેન્દ્રીય તાલીમ કાર્યક્રમ વિસ્તરણ શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. નિકુલસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વિસ્તરણ શિક્ષણ નિયામકે ખેડૂત મહિલાઓને આર્થિક સ્વનિર્ભરતા માટે જુદી જુદી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કૌશલ્યવર્ધન દ્વારા આગળ વધવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં કેન્દ્રના વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) નિતલબેન પટેલે વિશ્વ સ્તન પાન સપ્તાહની ઉજવણી અંતર્ગત માતા અને બાળકનાં સ્વાસ્થ્ય માટે અમૃત તુલ્ય માતાના દુધના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

દેસાઈ ફાઉન્ડેશન નવસારીનાં રામેશ્વરીબેન માહલા અને બિજલબેન દ્વારા મહિલા અને બાળકો માટે દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓ દ્વારા ઉત્પાદિત મહિલાઓ માટે આસાની સેનેટરી નેપકીનનાં ઉત્પાદન અને બજાર વ્યવસ્થાપન દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. આ કાર્યક્રમમાં પોષણ જાગૃતિ અંગે વૈજ્ઞાનિક (બાગાયત) ડો. રશ્મિકાંત ગુર્જર દ્વારા ડ્રેગન ફ્રૂટ અને કાગદી લીંબુના રોપા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 40 ખેડૂત લીડર મહિલાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...