તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કેવીકેમાં આહાર અને પોષણ વ્યવસ્થાપન વિષય પર તાલીમ-વ-ખેડૂત ગોષ્ઠિ કાર્યક્રમ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂતો માટે આહાર અને પોષણ વિષય પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાલીમ–વ–ખેડૂત ગોષ્ઠિ કાર્યક્રમ નવસારી કૃષિના વિસ્તરણ નિયામક ડો. સી.કે. ટીંબડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ડો. સી.કે.ટીમ્બડીયાએ ખેડૂતોને આહાર અને પોષણ વિશેના જ્ઞાનની સમજ આપવા માટે સૌપ્રથમ તો જમીનની તંદુરસ્તી અને તેનાં પોષણ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. જમીનનાં પોષણ દ્વારા જ આહારને પોષણયુકત બનાવી શકાય તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી શકાય તે બાબત પર ભાર મુકયો હતો.

મુખ્ય મહેમાન તથા સંચાલક મંડળના સભ્ય પ્રફુલાબેન દેસાઈએ રોજિંદા આહારમાં પોષણયુકત આહારનાં મહત્ત્વ સાથે સમતોલ આહાર અને આહારનાં પોષક ઘટકો વિશે વિસ્તૃત છણાવટ કરી સરળ શૈલીમાં માર્ગદર્શન અને માહિતી આપી હતી. અતિથિવિશેષ પોંસરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત રોહનભાઈએ ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ની રચના, તેનાં મહત્ત્વ અને ગુણવત્તાયુકત ખેત ઉત્પાદનોનાં ન્યૂનત્તમ ટેકાનાં ભાવો દ્વારા ખેડૂતોને થતા લાભ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં કલથાણ, કલમઠા, ઘોલાર, રૂમલા, પોંસરા, મોહનપુર, આટ, મરોલી, ઉન અને બોરીયાચના ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. કેન્દ્ર દ્વારા નિદર્શન પેટે એક ડ્રેગન ફ્રૂટનો રોપો અને ખેડૂતોને ખેતપેદાશના આવક અને જાવકની કાચી નોંધ હિસાબ કિતાબ રાખવા નોટબૂક વિતરણ થયું. કાર્યક્રમનું સંચાલન ડો. કે.એ.શાહ, ડો. સુમિત સાળંખે અને નિતલ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...