માનવતાની મહેક:ટ્રેન રોકી મુંબઈની મહિલાની મરોલી સિવિલમાં પ્રસૂતિ, મુંબઇથી યુપી જતા ટ્રેનમાં પ્રસૂતિની પીડા ઉપડતા પતિએ ગાર્ડને જાણ કરી

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈથી યુપી જતા પરપ્રાંતીય પરિવારની મહિલાને ડીલીવરીનો દુ:ખાવો થતા મરોલી રેલવે સ્ટેશન પર ટ્રેન થોભાવી નજીકમાં આવેલ મરોલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં તેને ડીલીવરી નોર્મલ થતા પરિવારના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. નવજાત બાળક અને માતાની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મુંબઇ નાલાસોપારમાં રહી કડીયાકામ કરી ગુજરાન ચલાવનાર મૂળ યુપી જોનપુરના કુપાશંકાર સરોજ એની પત્ની રીંકીબેન અને એક છોકરો નાલાસોપારમાં રહે છે. રીંકીબેન પ્રેગનેટ હોવાથી મુંબઈમાં એની દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી અને દેશમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન થતા મુશ્કેલી ઉભી થતા પોતાના વતન રેલવે ટ્રેન દ્વારા જઈ રહ્યા હતા. એ દરમિયાન રિંકીને દુખાવો થતા રેલવે ગાર્ડને જાણ કરતા ટ્રેનને મરોલી સ્ટેશને ઉભી રાખી કૃપાશંકાર પત્ની રિકીબેન અને 3 વર્ષ છોકરાને ઉતારી એમ્બ્યુલન્સ દ્વારા મરોલી સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ સારવાર કરવી હતી ફરજ પર ડોક્ટરે નોર્મલ ડિલિવરી કરાવતા કૃપાશંકર રાહત અનુભવી હતી.

ૉકૃપાશંકરે આપેલ માહિતી મુજબ એઓ મૂળ યુપી જોનપુરના  રહેવાસી અને મુંબઇ નાલાસોપારામાં રહી કડીયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પત્ની રીંકીબેન પ્રેગનેટ હતી ડોક્ટરે દિલીવારીની તારીખ 3જી જૂન આપી હતી લોકડાઉનને લઈ મુંબઇમાં દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી પોતાના વતન જવાનું વિચારી અને લોકડાઉનમાં સરકારે પોતાના વતન જવા માટે ટ્રેનની સગવડો કરતા ટ્રેનની ટિકિટ બુકિંગ કરવી તા 27 મેના રાત્રે 1 વાગ્યે વસઈથી જોનપુર જવાની ટ્રેનમાં બેઠા હતા ટ્રેનમાંજ રીંકીને દુખાવો વધુ થતા કૃપાશંકરે ટ્રેનગાર્ડનો ડબ્બો એમના ડબ્બાની બાજુમાં જ હોવાથી નવસારી સ્ટેશનને ટ્રેન ઉભી રહેતા ગાર્ડને જાણ કરતા ગાર્ડે મરોલી રેલવે માસ્તરને જાણ કરી ટ્રેનને મરોલી સ્ટેશને ઉભી રાખી ત્રણેવને ઉતારી એમ્બ્યુલન્સને જાણ કરી મરોલી સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ દાખલ કરવામાં આવી હતી મળસ્કે 4 વાગ્યે ડોક્ટર યોગેશભાઈએ રીંકીબેનની નોર્મલ ડિલિવરી કરવી હતી બાળકનો જન્મ થતા રાહત અનુભવી રહ્યા છે.બાળકના  પિતા કૃપાશંકરે ડોક્ટર અને નર્સનો આભાર  માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...