તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીનાં રીંગરોડ પર ભરાતા હાટ બજારમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો રસ્તા પર વેપાર કરતા હોય ટ્રાફિકમાં ભારણરૂપ બને છે. તેમને યોગ્ય જગ્યા આપવા સ્થાનિકોએ ટાઉન પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી.નવસારીના રીંગરોડ પર આવેલા એક ખાનગી પ્લોટમાં રવિવારી હાટ બજાર ભરાય છે. આ હાટ બજારનું ઉન્નતિ ટ્રસ્ટ, નવસારીનાં રાહબર હેઠળ સંચાલન કરાઈ રહ્યું છે.
હાટ બજારના સંચાલકોએ ટ્રાફિક માટે અલગ જગ્યા ફાળવી છે અને ભાડું પણ મિનિમમ લેવામાં આવે છે પણ કેટલાક વેપારીઓ ભાડુ હાટ બજાર સંચાલન કરતા હાટ ટ્રસ્ટને આપવું ન પડે તે માટે રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રીંગરોડના ડિવાઈડર પર ધંધો લગાવતા હોય છે, તેના કારણે ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેને પગલે સ્થાનિકોને આવાગમનમાં તકલીફ પડતી હોય છે. આ બાબતે ટાઉન પોલીસના અધિકારીને યોગ્ય વ્યવસ્થા કરી ટ્રાફિકનું ભારણ અટકે અને સ્થાનિકોને તકલીફ ન પડે તે માટે લેખિત રજૂઆત કરી હતી.
વેપારીઓ ન માનતા રજૂઆત કરવી પડી
કોઈ પણ વેપારીને ધંધો કરવાની છૂટ છે પણ અમુક વેપારીઓ પોતાનું ભાડું બચાવવા રસ્તા પર વેપાર કરી ટ્રાફિકને અડચણરૂપ થાય તેવું કાર્ય કરતા આવ્યા છે. તેમને સમજાવાવ છતાં પણ તેઓ ન માનતા અંતે પોલીસને રજૂઆત કરી છે. - ઈમરાનભાઈ શેખ, સ્થાનિક, રીંગરોડ, નવસારી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.