ઉજવણી:35 બાઇકર્સ સાથે ટ્રાફિક વિભાગનો માર્ગ સપ્તાહની ઉજવણીનો આરંભ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક રેલીમાં TRBના યુવાનો જોડાયા, પેમ્ફલેટનું વિતરણ કરાયું, શેરી નાટક પણ યોજાશે

નવસારી જિલ્લામાં પણ સરકારના વાહન વ્યવહાર અને હાઇવેઝ મંત્રાલય, નવી દિલ્હીના પત્ર આધારે પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાંચ,ગાંધીનગર દ્વારા સમગ્ર રાજયમાં 11થી 17 જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવશે. પ્રથમ દિવસે ટ્રાફિક વિભાગ દ્વારા રેલી અને ટ્રાફિક જાગૃતિને લગતા પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું.

નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓ. દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્‍તાહનો ઉદઘાટન સમારંભ નવસારી કલેકટર કચેરીમાં રાખવામાં આવ્યો હતો. સમારંભની શરૂઆત નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ કલેકટર કેતન જોષી, એઆરટીઓ પી.એમ.ચૌધરી, નવસારી ટ્રાફિક શાખાના પીએસઆઈ ડો.જાગૃત જોષીતથા નવસારી ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના સભ્યો, આર.ટી.ઓ. સ્‍ટાફ, વાહન વ્‍યવહાર સંબંધિત સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, પીએસઆઈ ટ્રાફિક વિભાગના ડો.જે.એન.જોશી અને ગિરીશભાઈ ગાંધીની ઉપસ્થિતિમાં બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોના 35 બાઇકર્સ ટ્રાફિક નિયમ અંગેના વિવિધ હોર્ડિગ્સ સાથે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની 12 ફોરવ્હિલર તથા ટુ-વ્‍હીલર ડીલરો દ્વારા કંપનીના 75 બાઇકર્સ જોડાયા હતા. આ રેલીના રૂટ પર વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના હેન્‍ડબીલ, બુકલેટ અને પેમ્‍ફલેટ્સનુ વિતરણ કરાયું હતું.

ટ્રાફિક નિયમોથી માહિતગાર કરવા વિવિધ કાર્યક્રમ યોજાશે
એન.જી.ઓ.ની મદદથી નવસારી શહેર વિસ્તારમાં શેરી નાટકનું આયોજન કરી નાગરીકોને ટ્રાફિક નિયમોથી માહિતગાર બને તે સારૂ પ્રયાસ કરવામાં આવનાર છે. માર્ગ સલામતી સપ્તાહ દ્વારા અગાઉ સમયમાં પણ વિવિધ કાર્યક્રમો કરી નાગરીકો ટ્રાફિક નિયમોથી માહિતગાર બને તે સારૂ વિવિધ પ્રયાસો કરવામાં આવનાર છે.

350 થી વધુ પેમ્ફલેટનું વિતરણ
નવસારી શહેર વિસ્તારમાં આવેલ ટ્રાફિક પોઇન્ટપર ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહનચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ કરી 350 જેટલા ટ્રાફિક અવેરનેસના હેન્‍ડબીલ, બુકલેટ અને પેમ્‍ફલેટ્સનુ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...