તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નવસારી શહેરનો સિનેમા ઉદ્યોગ ‘The End’ તરફ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાેરોનામાં 15 માસથી બંધ લક્ષ્મી સીનેમા ગૃહ. - Divya Bhaskar
કાેરોનામાં 15 માસથી બંધ લક્ષ્મી સીનેમા ગૃહ.
  • 15 મહિનાથી બંધ સિનેમાઘરની આવક નહિંવત છતાં લાખોના ખર્ચા ઉભા, સરકારનું કોઈ મોટું રાહત પેકેજ પણ નહીં
  • અગાઉ 3 સિનેમાઘર બાદ ‌‌વધુ 2 કોરોના કાળમાં બંધ થયા, હયાત 3 સિનેમાઘર પણ આર્થિક મુશ્કેલીમાં, એકની મિલકત સીલ

કોરોનાના કારણે 15 મહિનાથી બંધ નવસારીનો સિનેમા ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે. શહેરમાં માંડ 5 સિનેમાઘર ચાલી રહ્યા હતા, તેમાં 2 સિનેમાઘર કોરોનામાં બંધ થઈ ગયા બાદ અન્ય 3 સિનેમાઘર પણ અત્યંત મુશ્કેલીમાં મૂકાયા છે.

નટરાજની જગ્યાએ ઉભો થયેલ મોલ
નટરાજની જગ્યાએ ઉભો થયેલ મોલ

સિનેમા સાથે સીધી રીતે કદાચ ઓછા લોકો સંકળાયેલા છે પણ આડકતરી રીતે મહત્તમ લોકો સંકળાયેલા છે. નવસારીમાં થોડા વર્ષ અગાઉ જ કુલ 9 માથી 3 સિનેમાઘર નટરાજ, ભારતી અને વસંત બંધ થઈ ગયા હતા. જે 5 સિનેમાઘર ચાલી રહ્યાં હતા તેમાંથી પણ બે સિનેમાઘર કોરોના કાળ દરમિયાન આર્થિક મુશ્કેલીના કારણે બંધ થઈ ગયા છે. હવે રાજહંસ સિનેમા કોમ્પલેક્ષ, જહાંગીર અને લક્ષ્મી જ ઉભા છે. ગણદેવી રોડ પરના સેન્ટ્રલ સિનેમાને કોરોના દરમિયાન ‘સીલ’ લાગ્યું હતું. જે 3 સિનેમાઘર હજુ બંધ થયા નથી તે પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

હાલ બંધ થયેલી ગિરીરાજની જગ્યાએ ઉભુ થઈ રહેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ.
હાલ બંધ થયેલી ગિરીરાજની જગ્યાએ ઉભુ થઈ રહેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ.

15-15 મહિનાથી સિનેમાઘર બંધ હોવા છતાં લાખોના ખર્ચ વિના આવકે જારી જ રહેતા મુશ્કેલી ઉભી થઈ છે. સરકારે પણ આ મરણપથારીએ પડેલા સિનેમા ઉદ્યોગ માટે કોઈ મોટુ પેકેજ યા રાહત નહીં આપે તો હયાત સિનેમાઘરોને પણ આગામી સમયમાં ટકી રહેવું મુશ્કેલ પડશે, કારણ કે કોરોના હજુ ક્યાં સુધી ચાલશે, સિનેમાઘર ફરી ક્યારે અને કેટલો સમય આગામી સમયમાં ચાલશએ એ કંઈક જ નક્કી નથી !

સિનેમાઘર બંધ છતાં અનેક ખર્ચા ચાલુ જ
સિનેમાઘરોને વેરામાફી જેવું કંઈ મળ્યું નથી. ગત વર્ષે મિલકતવેરો ભરવો પડ્યો. ભારેખમ વીજમીટરો હોય તેનું ન્યૂનતમ ચાર્જ પણ ભરવો પડ્યો છે. સિનેમાઘરોમાં કામ કરતા લોકોને પણ વેતન આપવું પડે છે અને મેઈન્ટેનન્સનો ખર્ચ પણ કરવો પડે છે. હવે ફાયર સિસ્ટમનો લાખોનો ખર્ચ આવશે.

‘ટેકનોલોજી અપગ્રેડેશન’માં લાખોનો ખર્ચ પણ...
થોડા સમય અગાઉ સિનેમાઘરોનો સમય થોડો સારો આવતા નવસારીમાં સિનેમાઘરના સંચાલકોએ સેન્ટ્રલ એસી સિનેમાઘર કરવા ઉપરાંત ‘ટેકનોલોજી અપગ્રેડેશન’ માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ પણ માથે પડ્યો હોય એમ લાગે છે.

મોડે મોડે સરકારની સાધારણ રાહત
મુશ્કેલીમાં મુકાયેલ સિનેમામાં રાજ્ય સરકારે મોડે મોડે સાધારણ રાહત આપી છે,જે અંતર્ગત સિનેમાને વર્ષ 2021-22 દરમિયાન પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે તથા વીજ બીલમાં ન્યૂનતમ ચાર્જ ચૂકવવામાંથી પણ રાહત આપી છે. ગત નાણાંકીય વર્ષમાં સિનેમાઆે મોટે ભાગે બંધ રહ્યાં હોવા છતા આ રાહત સરકારે આપી ન હતી.

અમને ‘સર્વાઈવ’ થવું મુશ્કેલ પડશે જો..
અમારે ફરી બંધ સિનેમાઘર ચાલુ થાય ત્યારે પણ લાખોનો ખર્ચ કરવો પડશે. અમને બેંકોમાં પણ લોન વગેરે સરળતાથી મળતી નથી. જો કોરોના કાળ વધુ સમય ચાલે અને સરકાર ‘રાહત’ નહીં આપે તો અમારા ચાલુ સિનેમાઘરોને પણ સર્વાઈવ થવું મુશ્કેલ પડશે. > મુકેશ દેસાઈ, સિનેમાઘર સંચાલક, નવસારી

હું સરકારમાં રજૂઆત કરીશ
હાલ પણ બે સિનેમાઘર બંધ થઈ ગયા એ વાત સાચી છે, સિનેમા ઉદ્યોગને પગભર કરવા હું સરકારમાં રજૂઆત કરીશ. > પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

અન્ય સમાચારો પણ છે...