પર્યટન વિશેષ:વેકેશનમાં દાંડીના મેમોરિયલમાં પ્રવાસીઓનો ધસારો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસોમાં ટિકિટ લઈ 59 હજાર લોકો સોલ્ટ મેમોરિયલ નિહાળવા ઉમટ્યાં

કોરોના બાદ પ્રથમ વખત દાંડીના મેમોરિયલમાં દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. 15 દિવસોમાં 59હજાર જણાએ ટિકિટ લઇ મેમોરિયલની મુલાકાત લીધી હતી. 30મી જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દાંડીનું સોલ્ટ મેમોરિયલ ખુલ્લું મુકાયું હતું.

જોકે એપ્રિલ 2020માં કોરોના જિલ્લામાં પ્રવેશતા મેમોરિયલમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. સતત બે વર્ષ દિવાળી વેકેશનમાં કોરોનની અસર જોવા મળી હતી. જોકે હાલ કોરોના લગભગ ગાયબ થઈ જતાં તેની અસર હાલ દિવાળી વેકેશનમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઉપર પડી છે.

મળતી માહિતી મુજબ 22 ઓકટોબરથી 6 નવેમ્બર સુધીમાં 15 દિવસોમાં જ મેમોરિયલમાં 59 હજાર પ્રવાસીઓએ ટિકિટ લઈ મુલાકાત લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટુરિઝમ વિભાગે મેમોરિયલમાં કરોડો રૂપિયા ખર્ચીને પ્રવાસી સુવિધા કેન્દ્ર, ફાઉન્ટન, લેસર શો વગેરે નવા આકર્ષણો પણ ઊભા કર્યા છે,જેનો લાભ પણ પ્રવાસીઓ દિવાળી વેકેશનમાં લઇ શક્યાં છે.

30 મી એ તો સૌથી વધુ 7690 પ્રવાસી આવ્યા
આમ તો દિવાળીના છેલ્લા 15 દિવસ દરમિયાન દરરોજ પ્રવાસીઓની સંખ્યા સારી રહી હતી, પરંતુ શનિવાર અને રવિવાર સહિતની જાહેર રજા દરમિયાન તો સંખ્યા અન્ય દિવસો કરતા વધુ રહેવા પામી હતી. 15 દિવસો દરમિયાન સૌથી વધુ 30મી ઓક્ટોબરે પ્રવાસીઓએ મેમોરિયલ જોયું હતું, જે એક જ દિવસે સંખ્યા 7690 નોંધાઈ હતી. સ્થાનિક ઉપરાંત જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...