તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટુરિઝમ પાટે:નવસારી-ડાંગનું ટુરિઝમ સવા વર્ષ બાદ પાટે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાંડી સોલ્ટ મેમોરિયલ - Divya Bhaskar
દાંડી સોલ્ટ મેમોરિયલ
  • કોવિડની બીજી લહેર શાંત થતા જ ડાંગના સાપુતારા, નવસારી જિલ્લાના દાંડી સહિતના સ્થળો પુનઃ ધમધમવા લાગ્યાં છે
  • કોરોના શરૂ થયા બાદ નવસારી અને ડાંગ જિલ્લાના મહત્તમ પર્યટન સ્થળોએ ટુરિસ્ટોની સંખ્યા ઘટી હતી

નવસારી અને ડાંગ જિલ્લામાં કોરોનાના 1 વર્ષમાં બેસી ગયેલુ પર્યટન બીજી લહેર શાંત થતા જ પુનઃ પાટે ચઢ્યો છે.નવસારી જિલ્લામાં દાંડી સોલ્ટ મેમોરિયલ, ઉનાઈ મંદિર, સોમનાથ મંદિર, બીચો સહિત અનેક ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી પર્યટન સ્થળો આવેલા છે. નજીકના ડાંગ જિલ્લામાં પણ સાપુતારા,વઘઇમાં બોટનિકલ ગાર્ડન અને ધોધ, શબરીધામ સહિત અનેક પ્રવાસી સ્થળો આવેલા છે. જોકે માર્ચ-એપ્રિલ 2020માં કોરોના શરૂ થતાં આ પ્રવાસી સ્થળોએ પર્યટકોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ હતો અને અહીંનું ટુરિઝમ રીતસર બેસી ગયું હતું.

ઉનાઇ માતા મંદિર
ઉનાઇ માતા મંદિર

જોકે કોરોનાની બીજી લહેર શાંત થતા જ સ્થિતિ બદલાઈ ગઈ છે. નવસારી અને ડાંગમાં લગભગ 1 વર્ષથી બેસી ગયેલુ ટુરિઝમ પુનઃ પાટે ચઢ્યું છે. ડાંગના પ્રવાસી મથક અને રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં હવે પ્રવાસીઓની સંખ્યા એકાદ વર્ષ બાદ વધવા લાગી છે. ડાંગમાં સાપુતારા સહિત અન્ય સ્થળોએ પણ સંખ્યા ઘણી વધી છે. ડાંગ ઉપરાંત નવસારીમાં ઐતિહાસિક દાંડીના સોલ્ટ મેમોરિયલમાં પણ રજાના દિવસે સંખ્યા વધી રહી છે. નવસારી જિલ્લાના ઉનાઈ સહિતના સ્થળોએ પણ પ્રવાસીઓની સંખ્યા ઘણા સમય બાદ હવે ક્રમશઃ વધી રહી છે અને શાંત થયેલ ટુરિસ્ટ સ્થળો પુનઃ ધમધમવા લાગ્યાં છે.

સાપુતારા
સાપુતારા

અનેક વેપાર-ધંધામાં રોજગારી પણ શરૂ થઇ
ટુરિઝમને કારણે અને લોકોને ફાયદો થાય છે. કોરોનાને કારણે તેને મોટો ફટકો પડતા નવસારી-ડાંગમાં હજારો લોકોની સીધી-આડકતરી રીતે રોજગારી ઉપર અસર પડી છે. હોટેલ ઉદ્યોગને તો ફાયદો થયો છે સાથે ઉક્ત સ્થળોએ અન્ય વેપાર-ધંધા કરનારાની રોજીરોટી પણ શરૂ થઈ છે. ટ્રાવેલર્સ પણ ઘણાં સમયથી મુશ્કેલીમાં હતા, તેને પણ રાહત થઈ છે.

લોકોના માનસ પટ પર પણ પોઝિટિવ અસર
‘ટુરિઝમ’ એ એક ઉદ્યોગ છે અને તેનાથી લોકોને રોજગારી તો મળે છે સાથે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પર પણ પોઝિટિવ અસર થાય છે. કોરોનાને કારણે લોકો ‘લોક’ થઈ ગયા હતા અને માનસિક રીતે પણ વિપરીત અસર થઈ હતી. હવે પુન: પ્રવાસન સ્થળોએ જતા માનસિક રીતે પણ ફાયદો થયો છે. લોકોના મન ઉપર પોઝિટિવ અસર થઇ છે.

ટુરિસ્ટ સ્થળોએ કોવિડની ગાઇડલાઇનનું પાલન જરૂરી
ટુરિસ્ટ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જોકે, હજુ કોરોના સંપૂર્ણ ગયો નથી. આ સ્થિતિમાં ટુરિસ્ટ સ્થળોએ કોવિડની ગાઇડલાઇનનું પાલન થવું પણ જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝ વિગેરે ગાઇડલાઇનનું પાલન જો કરવામાં ન આવે તો ફરી આગામી દીવસોમાં ફરીવાર કોરોના કેસોમાં વધારો થઇ શકે છે. પ્રવાસી સ્થળોએ ખૂબ વધુ ભીડ ચિંતા ઉપજાવે તેવી પણ છે.

નવસારી જિલ્લાના દાંડી અને ઊંભરાટનો બીચ હજુ પણ બંધ
આમ તો દાંડી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ કોવિડની બીજી લહેરમાં પણ ચાલુ રહ્યું હતું પરંતુ દાંડીનો બીચ કોરોનાના કેસ શરૂ થયા ત્યારથી ગત વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો, જે આજદિન સુધી ખુલ્લો કરાયો નથી. માત્ર જ દાંડી જ નહીં જિલ્લાનો બીજો લોકપ્રિય બીચ ‘ઉભરાટ બીચ’ પણ કોવિડની શરૂઆતથી બંધ કરાયો છે, જે હજુ બંધ જ છે. અહીં ઉલ્લેખનીય છે કે આ બંને બીચ ઉપર ખાસ કરીને રજાના દિવસે હજારો પ્રવાસી આવતા રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...