તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપના ટોચના નેતાઓ ટિકિટની રેસમાંથી બહાર

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-વિજલપોર પાલિકામાં 60ની વયની મર્યાદા અનેકને નડી ગઈ

નવસારી-વિજલપોર પાલિકાની આગામી ચૂંટણીમાં 60 વર્ષની ઉપરની વયના અને ત્રણ ટર્મ ચૂંટાયેલાને ભાજપે ટિકિટ ન આપવાના નિર્ણયથી પક્ષના ટોચના નેતાઓની બાદબાકી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના અને ત્રણ ટર્મ ચૂંટાયેલાને પક્ષની ટિકિટ ન આપવાનો ભાજપે નિર્ણય લીધો છે.

આ નિર્ણયની અસર અહીંની નવસારી વિજલપોર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં પક્ષમાં ટિકિટ માટે દાવેદારી કરનારા અનેક ધુરંધરો ઉપર થશે.પૂર્વ પાલિકા પ્રમુખ અને બે દાયકાથી ચૂંટાતા આવેલ પ્રેમચંદ લાલવાણી એ તો આગામી ચૂંટણી માટે પક્ષમાંથી દાવેદારી ખેંચી લીધી છે.આ ઉપરાંત પણ પક્ષના ટોચના સિનિયર સિટીઝનો પર અસર થશે. અહીં ઉલ્લેખનીય છે કે પક્ષના એક અગ્રણી મધુભાઈ કથીરિયાએ પણ આ વખતે વોર્ડ નં- 2 માટે દાવેદારી કરી છે,જેઓની વય 60 વર્ષ પુરા થવામાં 5 મહિના બાકી હોય ટિકિટની રેસમાં હજુ રહી શક્યા છે.જોકે આવા નસીબદાર ખૂબ ઓછા છે.

ભાજપ-કોંગ્રેસ બન્નેની પસંદ યુવા બ્રિગેડ
ભાજપના આ અગ્રણી મને-કમને નિવૃત્ત થશે !

પ્રેમચંદ લાલવાણી, રમેશ હીરાણી, ત્રિભોવન ચાવડા, હિંમતભાઈ પટેલ, ધીરુભાઈ ગેવરિયા, નીતિન કંસારા, સુરેશ શેઠ, શિલાબેન દેસાઈ વગેરે.

કોંગ્રેસમાં પણ મોટાભાગના ઉમેદવાર અંડર-60
જ્યાં ભાજપમાં 60ની મર્યાદા પક્ષે મુકતા આ વયની ઉપરનાંને ટિકિટ મળશે નહીં ત્યાં પ્રતિસ્પર્ધી કોંગ્રેસે આવી મર્યાદા મૂકી નથી પણ ટિકિટ માગનારા મહત્તમ 60ના જ હોવાનું જાણવા મળ્યું છે. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયકે જણાવ્યું કે કોંગ્રેસમા ટિકિટ માગનારા મહત્તમ 50થી ઓછી વયના છે.60થી વધુ વયના તો માંડ બે જણા જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો