તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નોની ધૂમ:આજેે વસંતપંચમીએ લગ્નનું વણજોયું મુહૂર્ત, પછી શુભકાર્ય માટે બે મહિના રાહ જોવી પડશે

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 21 ફેબ્રુઆરીથી 16 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત હોવાથી લગ્ન-સગાઇ પર બ્રેક

આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. મહાસુદ પાંચમને તારીખ 16ને મંગળવારે વસંતપંચમી છે. લગ્ન સગાઇ માટે વસંતપંચમી વણજોયું અને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ વર્ષે તારીખ 15 એ 16 ફેબ્રુઆરીએ બે દિવસ લગ્નોની ધૂમ રહેશે. 16મીએ વસંતપંચમીએ લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત છે ત્યારબાદ હવે આવતા બે મહિના સુધી લગ્ન-સગાઇ માટેના કોઈ મુહૂર્ત નથી.

શાસ્ત્રી મયુર જોષી જણાવે છે કે, ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટેના બે જ શ્રેષ્ઠ મુહૂર્ત છે તારીખ 15 અને 16મીએ વસંતપંચમીનું, ત્યારબાદ તારીખ 21 ફેબ્રુઆરીને રવિવારથી તારીખ 16 એપ્રિલ સુધી શુક્ર ગ્રહનો અસ્ત છે અને શાસ્ત્રના નિયમ મુજબ શુક્ર ગ્રહના અસ્તમાં પણ લગ્ન કરી શકાતા નથી. જોકે, તેમ છતાં વસંતપંચમી બાદ 22 અને 23 ફેબ્રુઆરીના પણ લગ્ન સમારોહના આયોજન કરાયા છે. તારીખ 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક અને તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી મીનારક કમુરતાં રહેશે. જેના કારણે હવે લગ્ન માટેના સારા મુહૂર્ત 24 એપ્રિલથી શરૂ થશે આથી લગ્ન ઈચ્છુકોએ લગ્ન કરવા માટે બે મહિના રાહ જોવી પડશે. વસંતપંચમીના દિવસે કોઇપણ શુભ ધાર્મિક કાર્ય કરવું ઉત્તમ રહેશે.

કાલના શુભ ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચલ: સવારે 10.10થી 11.36 સુધી.
લાભ: સવારે 11.36થી બપોરે 1.01 કલાક
અમૃત: બપોરે 1.01થી 2.27 સુધી.
શુભ: બપોરે 3.52થી સાંજે 5.18

રાત્રીના ચોઘડિયા
લાભ: સવારે 8.18થી 9.52 કલાક
અભિજિત મુહૂર્ત: બપોરે 12.38થી 1.24 કલાક સુધી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો