તાપમાન માં પલટો:આજે ઝાકળ પણ મોતી બની વરસી ગઇ, ને ધરા પર રેશમી સફેદ ચાદર પ્રસરી ગઇ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં ધૂમમ્સભર્યું વાતાવરણ ભેજ 100 ટકા\nનવસારી જિલ્લામાં ગુરુવારે અચાનક તાપમાન માં પલટો આવ્યો હતો જેમા સવારે ભેજ નું પ્રમાણ 100 ટકા નોંધાયું હતું.બપોર બાદ સૂર્યદાદા વાદળો પાછળ સતાઈ જતા અને ઠડા પવનો વાતા સાંજ દરમિયાન હિલ સ્ટેશન જેવું વાતવરણ સર્જાયુ હતું.નવસારી જિલ્લામાં ગુરુવારે અચાનક પલટો આવ્યો હતો જેમા આખો દિવસ પવન ફૂંકાયો હતો જેને લીધે તાપમાન માં ઠડક પ્રસરી જતા હિલ સ્ટેશન નવસારી બન્યું હતું .

કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ મહતમ તાપમાન 34.2 ડિગ્રી લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું હતું.સવારે ભેજ નું પ્રમાણ 100 ટકા રહ્યું હતું.પવન પણ 4 કિમી ની ઝડપે ફૂંકાયો હતો. રાજ્યના કેટલાક િજલ્લામાંગુરુવારે માવઠું થયું હતું જો કે સદભાગ્યે નવસારી િજલ્લામાં માત્ર ધુમ્મસીયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...