તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજે કૃષિ યુનિવર્સિટી સેન્દ્રિય કૃષક બજારનો પ્રારંભ કરશે

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતો ઉત્પાદનનું સીધું વેચાણ કરશે
 • દર બુધવારે કૃષક બજારનું આયોજન થશે

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સજીવ ખેતી અંતર્ગત ડેવલપમેન્ટ ડેમોસ્ટ્રેશન એન્ડ અવરનેસ પ્રોગ્રામ ઓફ ઓર્ગેનિક ફાર્મિગ ઇન સાઉથ ગુજરાત પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજયમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તેમજ વધારે ખેડૂતો સજીવ ખેતીમાં જોડાઇ અને સજીવ ખેતી કરતા ખેડૂતોને ખેતરમાં ઉત્પન્ન થયેલા ખેતપેદાશો, શાકભાજીને યોગ્ય પોષણક્ષમ ભાવ, બજાર મળી રહે તે હેતુથી નવસારી જિલ્લાના સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી, દાંડી રોડ, વિજલપોર, નવસારી પાલિકાની જગ્યા પર અઠવાડિયામાં એક દિવસ એટલે કે દર બુધવારે સેન્દ્રિય કૃષક બજારનું આયોજન હાથ ધરાનાર છે.

જેનું ઉદઘાટન આજે 17મીને બુધવારે સવારે 9.30 કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઇ પટેલ, ડીડીઓ પ્રશસ્તિ પારીક અને કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયાની ઉપસ્થિતિમાં યોજાશે તેમ નવસારી કૃષિ યુનિવર્સિટીના સૂત્રો પાસેથી માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો