રક્તદાન કેમ્પ:આજે ધારાસભ્ય આર. સી. પટેલના જન્મદિને રક્તદાન કેમ્પનું આયોજન

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 61મી બર્થડે એ 6 લાખની આર્મી ફંડમાં આપ્યા હતા

નવસારીની જલાલપોર બેઠક પરથી વર્ષ 1998થી સતત 5 ટર્મ વિજેતા બનીને લોકોને દિલમાં વસેલા જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલનો આજે જન્મદિન છે. પોતાના પ્રિય ધારાસભ્યના જન્મદિનને ખાસ બનાવવા માટે તેમના કાર્યકરો સેવાકીય પ્રવૃત્તિ કરીને ખાસ પ્રકારની ઉજવણી પણ કરતા હોય છે. આ વર્ષે પણ તેમના જન્મદિને સેવાકીય કાર્યોની ધુણી ધખાવવા માટે કાર્યકરો સજ્જ થઇ ગયા છે. આજે આટ ખાતે બી. યુ. માસ્ટર સાર્વજનિક હાઇસ્કૂલમાં વયોવૃદ્ધ યોજના, મા કાર્ડમાંથી આયુષ્માન કાર્ડનું રજિસ્ટ્રેશન, ઇ-શ્રમ યોજના, ટેલિ-લો સર્વિસ અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

વયોવૃદ્ધ સહાય યોજના હેઠળ 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે દાંતના ચોકઠાં, ચશ્મા, કાનનું સાંભળવાનું મશીન, વ્હીલચેર, ધુંટણના તેમજ કમરનાં પટ્ટા, પૈંડાવાળુ વોકર જેવા 35-36 ઉપકરણોનું મફતમાં વિતરણ કરાનાર છે. સ્થળ પર ફક્ત રજિસ્ટ્રેશન જ કરાશે અને ત્યારબાદ જેતે ચિકિત્સકો પાસે મોકલાવીને જરૂરીયાત મુજબના ઉપકરણો અપાશે. ઇ-શ્રમ યોજનાની સહાયમાં માસિક રૂ.1500થી ઓછી આવક ધરાવનાર અસંગઠીત ક્ષેત્રના આશા વર્કર, રીક્ષા ચાલક, છુટક મજુરી કામ કરનારને રૂ.2 લાખનો વિમો મફતમાં કરી અપાશે. ટેલિ-લો સર્વિસમાં ટેલિફોન થકી આર્થિક રીતે નબળા પરિવારોને મફતમાં નિષ્ણાંત વકીલો દ્વારા સલાહ અપાશે.

ધારાસભ્ય આર. સી. પટેલે રવિવારે પણ મહુવર જિલ્લા પંચાયતના 13 ગામોમાં 2.04 કરોડના કામોનું ખાતમૂહુર્ત કર્યું છે. તેમના 60માં જન્મદિને 4.31 લાખ અને 61માં જન્મદિને 6 લાખની રકમ આર્મી સહાય ફંડમાં આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...