પત્રક ભરવાની મુદત શરૂ:જિલ્લાની 4 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5મી થી પત્રક ભરવાની મુદત શરૂ થઇ હતી
  • આર.સી. પટેલ, દિપક બારોટ પત્રક ભરશે

નવસારી જિલ્લાની 4 બેઠક પર ઉમેદવારીપત્રક ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. નવસારી જિલ્લાની વિધાનસભાની 4 બેઠકો માટે 5 નવેમ્બરે જાહેરનામું બહાર પડતાની સાથે પત્રક ભરવાની મુદત શરૂ થઈ હતી.પહેલા પાંચેક દિવસ તો કોઈ ઉમેદવારી થઈ નહિ હતો પણ ત્રણેક દિવસથી ફોર્મ ભરાઈ રહ્યા છે. પુરવઠા મંત્રી નરેશ પટેલ સહિત રાજકીય પક્ષના કેટલાક અગ્રણીઓએ ફોર્મ ભરી દીધા છે.

જોકે હજુ કેટલાકે ફોર્મ ભર્યા નથી.બહાર પડેલ જાહેરનામા મુજબ 14 નવેમ્બરે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લો દિવસ છે. જેને લઇને સોમવારે જલાલપોર બેઠકના ભાજપના ઉમેદવાર આર. સી. પટેલ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દીપક બારોટ તથા વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ સોમવારે પોતાનું ઉમેદવારીપત્રક ભરશે.

આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર પોતાનું ફોર્મ ભરશે. 14 મીએ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ભરાયેલ ફોર્મની ચકાસણી અને ફોર્મ ખેચવાની મુદત છે. ચારેય બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...