તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Today Is The Last Day Of Lockdown 4, Speculation After June 1 In Navsari, One Seat Decision On Two Wheeler Has Increased The Hassle

લોકડાઉન 4.0:આજે લોકડાઉન 4 નો છેલ્લો દિવસ, નવસારીમાં 1 જૂન બાદની અટકળો, ટુ વ્હિલર પર એક સીટના નિર્ણયથી પરેશાની વધી છે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકડાઉન 4.0 દરમિયાન સવારના સમયે નવસારીમાં ભારે ટ્રાફિક. - Divya Bhaskar
લોકડાઉન 4.0 દરમિયાન સવારના સમયે નવસારીમાં ભારે ટ્રાફિક.

31 મે એ લોકડાઉન 4.0 પૂરું થવાની સાથે 1 જૂન બાદની અટકળો શરૂ થઈ ગઈ છે.

18 મેથી શરૂ થયેલ લોકડાઉન 31મે એ પૂરું થાય છે. આ લોકડાઉન દરમિયાન પાન ગુટખાના વેચાણમાં છૂટ અપાઈ, એસટી બસો શરૂ કરાઇ, રિક્ષામાં બે પેસેન્જરોની છૂટ, આંતર જિલ્લા અવરજવરની છૂટ સહિતની અનેક છૂટછાટ લોકડાઉન 4.0માં અપાઈ હતી. જોકે ટુ વ્હિલર પર એક જ સવારી કરાતા લોકોને ભારે મુશ્કેલી પડી છે. આ ઉપરાંત દુકાનોનો સમય સાંજે 4થી વધુ ન વધારતા કેટલીક મુશ્કેલીઓ યથાવત જ રહી હતી. ખાસ કરીને ટુ વ્હિલર પર એક સીટ અને 4 વાગ્યા સુધી જ ખરીદીને કારણે શહેરભરમાં સવારે 8થી બપોરે 1 ભારે ટ્રાફિક રહ્યો છે. હવે 31મી મે એ લોકડાઉન 4.0 પૂરું થયા બાદ નવસારીમાં 1 જૂનથી કઈ સ્થિતિ હશે તે વાતને લઈ અટકળો ચાલી રહી છે.

આ મુદ્દાની અટકળો
 ટુ વ્હિલર પર બે સીટ કરાશે કે નહીં, દુકાનનો સમય સાંજે 4થી વધારવા બાબત, રેસ્ટોરન્ટ,હોટલ અંગેનો નિર્ણય, ક્વોરન્ટાઇનની નીતિ બદલવા બાબત, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સંસ્થા, મોલ વગેરેની નીતિ , એસટી બસ અને ટ્રેનની નીતિ, જિલ્લા, રાજ્ય બહાર અવર જવરના નિર્ણયમાં ફેરફાર ,જિલ્લાનો ઓરેન્જ ઝોન બદલાશે કે નહીં તેવી પણ અટકળો છે.

અન્ય સમાચારો પણ છે...