ધાર્મિક ઉત્સવ:આજે ગુરૂનાનક સાહેબની જયંતી સાદગીથી ઉજવાશે

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં ગુરૂનાનકની 552મી જયંતી નિમિત્તે સિંધી કેમ્પ િવસ્તાર નાનકમય બનશે

ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. ગુરુ નાનક સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે. શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનક સાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે.

નવસારીના સિંધી કેમ્પમાં ગુરૂ નાનકની જયંતિની ખૂબ જ ઉત્સાહ અને વાજતેગાજતે ઉજવવામાં આવે છે. સિંધી કેમ્પ ખાતે હાલમાં રોજ પ્રભાત ફેરી કાઢવામાં આવે છે અને તેમા મોટી સંખ્યામાં લોકો જોડાય છે. ગુરૂ નાનકની 552મી જયંતીના ભાગરૂપે સિંધી કોલોનીમાં સવારથી જ કાર્યક્રમો થનાર છે. જેમાં ગુરૂ ગ્રંથ સાહેબના અખંડ પાઠની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ ાહોજહાલીથી નિકળતી શોભાયાત્રા પણ આ વર્ષે કોરોનાને ધ્યાને રાખીને માત્ર સિંધી કોલોની સુધી જ સિમિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે.

ગુરૂ મહારાજના જન્મ સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો ‘નીત નેમ’ એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે. આ દિવસે પોતાની કમાણીનો અમુક ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે.

નવસારીમાં સિંધી કેમ્પ વિસ્તારમાં િસંધી સમાજના યુવાનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી િજલ્લામાં કોરોના સંક્રમણને લઈ 400 થી વધુ વ્યકિતઓની હાજરી સામે પ્રતિબંધ હોય સિંધી સમાજ દ્વારા ગાઈડ લાઈનનું પાલન કરી આ વખતે સાદગીપૂર્ણ રીતે ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સિંધી સમાજના ભાઈ-બહેનો દ્વારા ગુરુનાનક જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...