મતદાન જાગૃતિ:મતદારોમાં જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નવસારીમાં અનોખી રીતે ફ્લેશલાઈટના ઉપયોગથી અભિયાન હાથ ધરાયું

નવસારી10 દિવસ પહેલા

લોકશાહીના મહાપર્વ તરીકે ચૂંટણી એ દર પાંચ વર્ષે આવે છે જેમાં ભારતના નાગરિકો પોતાની પવિત્ર ફરજ નિભાવીને મતદાન કરે છે. ત્યારે ચૂંટણી પંચ મતદારોને વધુ જાગૃત કરવા માટે અનોખા પ્રયાસ કરીને અભિયાન યોજાતું રહે છે. ત્યારે નવસારીના 900 શિક્ષકોએ માનવ સાંકળ રચીને મતદાનનું સૂચક સિમ્બોલ એવો લોગો બનાવ્યો હતો. જે આકાશી નજારામાં મનમોહક લાગ્યું હતું.

લૂંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે 900 થી વધુ શિક્ષકોએ ફ્લેશ લાઈટ શરૂ કરીને મતદાન જાગૃતિ અંગેનો માનવ લોગો બનાવ્યો હતો.જેમાં આકાશી રીતે જોતા આ લોગો મનમોહક લાગ્યો છે. શિક્ષકોએ મતદાન અંગે મોબાઈલ ફ્લેશ લાઇંટ વડે આંગળીનો સિમ્બોલ બનાવી મતદાન કરવા કરી અપીલ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પ્રાંત અધિકારી આર. આર બોરડ અને જીલ્લા શિક્ષણ અધિકારીએ ફ્લેશ બતાવી કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.આગામી ટૂંક સમયમાં જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે નવસારી જીલ્લામાં પ્રચાર જોર શોર થી ચાલી રહ્યો છે.સાથેજ જીલ્લા શિક્ષણ અધિકારીએ મતદાન અંગે શપથ પણ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...