• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • To Convey The Benefits Of Developmental Activities To The People Of Hewada, A Program Of The Provincial Level Was Held In The Wadi Of Kukna Samaj.

વિશ્વાસથી વિકાસ યાત્રા:વિકાસલક્ષી કાર્યોના લાભ છેવાડાનાં લોકો સુધી પહોંચાડવા માટે વાસદા પ્રાંત કક્ષાનો કાર્યક્રમ કુકણા સમાજની વાડીમાં યોજાયો

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 331 કામોનું રૂા. 483 લાખના ખર્ચે ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરાયું

સમગ્ર રાજયમાં વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાઇ રહયાં છે. જે અંતર્ગત વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરના અધ્યક્ષસ્થાને કુંકણા સમાજની વાડી, ખાંભાલાઝાપા, વાંસદા,નવસારી ખાતે યોજાયો હતો. રાજય સરકાર દ્વારા 20 વર્ષના વિકાસની ઉજવણી પ્રાંતકક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજી, છેવાડાના લોકો સુધી સરકારી સેવાઓ અને લાભો આપવા માટે વિશ્વાસથી વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના લોકોની ચિંતા કરી તેમને સ્પર્શતી અનેકવિધ યોજનાઓનો અમલ કરી અવિરત વિકાસ કર્યો છે. રાજ્ય સરકાર ખાસ કરીને રસ્તા, વીજળી, પાણી અને આરોગ્ય જેવી સેવાઓ પર સવિશેષ ભાર આપી કામો કરી રહી છે.

જિલ્લા પંચાયતના નેતાએ લોકોને માહિતગાર કર્યાં
નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શીવેન્દ્રસિંહ સોલંકીએ રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી વિકાસકામો વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. સાથે વાંસદા તાલુકામાં કરવામાં આવેલા અને હાથ ધરાનાર વિકાસકામોની જાણકારી આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત
પ્રાંતકક્ષાના કાર્યક્રમમાં વાંસદા તાલુકાના કુલ 331 કામોનું રૂા.483/- લાખના ખર્ચે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરના હસ્તે ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજય સરકારના 20 વર્ષના વિકાસની ફિલ્મ પણ નગરજનોએ નિહાળી હતી.

વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, વાંસદા પ્રાંત અધિકારી પ્રણવ વિઠૃાણી સહિત પદાધિકારીઓ,અધિકારીઓ, ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...