• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • To Commemorate Prime Minister Narendra Modi's Birthday, A Vaccination Program Will Be Organized For 60,000 People In Navsari District

વેક્સિનેશનની સોગાત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા નવસારી જિલ્લામાં 60 હજાર લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ દ્વારા પણ સમગ્ર દિવસ દરમિયાન સેવાત્મક કાર્યક્રમો યોજાશે

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થવા જઈ રહી છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે આરોગ્યલક્ષી સેવા કરવા માટે પણ રાજ્ય સરકાર તત્પર બની છે. ત્યારે નવસારી જિલ્લામાં કોરોના વેક્સિનના પહેલા અને બીજા ડોઝ મળી કુલ 60 હજાર લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થશે.

નવસારી કલેક્ટર કચેરી ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લામાં આવેલી 50 PHCમાં કાર્યરત કર્મચારીઓ જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમમાં ભાગ લેશે.જિલ્લામાં વેક્સિનેશનના બીજા ડોઝ માટે 80 હજાર જેટલા લોકો બાકી હોવાનો અંદાજ છે અને પહેલા ડોઝ માટે 10 લાખ જેટલા લોકોએ વેક્સિન લીધી નથી, અત્યાર સુધી નવસારી જિલ્લામાં ઝડપી વેક્સિનેશન થવાથી 169 જેટલા ગામડાઓ 100% વેક્સિનેશનમાં સામેલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને બહોળા પ્રમાણમાં ઉજવવા માટે ભાજપ સંગઠનના જિલ્લા વહીવટીતંત્ર એક્ટિવ બન્યું છે જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થનાર છે.સિવિલ હોસ્પિટલ અને બી.આર.ફાર્મ ખાતે યોજાનાર કાર્યક્રમ બ્લડ ડોનેશન, વિકલાંગો અને નિરાધાર, કીટ વિતરણ, સ્કૂલના બાળકોને નોટબુક વિતરણ, સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ, ફ્રૂટ વિતરણ, ભોજન વિતરણ, નવજાત શિશુને હિમાલય કીટ અને વિધવા અને સફાઈ કામદાર બહેનોને સાડી વિતરણ જેવા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થનાર છે. જેને લઈને શહેર બી.આર.ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...