• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Tighra Pvt. The Proposal Made By The Town Servant To The DDO To Build A New Toilet In The School Was Not Taken Into Consideration

રજૂઆત:તિઘરા પ્રાથમિક શાળામાં નવા શૌચાલય બનાવવા નગર સેવકે DDOને કરેલી રજૂઆત ધ્યાન ઉપર ન લેવાઇ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા શરૂ થઇ જતાં છાત્રો માટે 3 માસ બાદ રિમાઇન્ડર કરવાની ફરજ પડી

નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ થયેલા તિઘરા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વર્ષો પહેલા બનાવેલા બાથરૂમ અને ટોયલેટ જર્જરિત અવસ્થામાં હોય તે બાબતે ડીડીઓને ઓગસ્ટ માસમાં ફરિયાદ કરી હતી પરંતુ આ બાબતે ડીડીઓએ કોઈ પગલાં નહીં લેતા પુનઃ રજૂઆત કરવાની ફરજ પડી હતી.

નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13ના નગરસેવક વિજય રાઠોડ દ્વારા ગત ઓગસ્ટ માસમાં ડીડીઓને તિઘરા પ્રાથમિક શાળામાં જર્જરિત થયેલા બાથરૂમ અને ટોયલેટ નવા બનાવી આપવા માટે અપીલ કરતું આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં 200થી વધુ ગરીબ અને આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન આ શાળા બંધ રહેવાથી બાથરૂમ અને ટોયલેટ કોઈ પણ બાળક વાપરી શકશે નહીં, જેથી બાળકોને ભારે હાલાકિનો સામનો કરવો પડશે તેમ જણાવી તાત્કાલિક આ ટોયલેટ બાથરૂમ નવા બનાવવામાં આવે તેમ જણાવ્યું હતું.

વેકેશન પુરૂ થવા છતાં કાર્યવાહી કરાઇ નથી
વોર્ડ નંબર-13માં આવેલ તિઘરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં વેક્સિનેશન અંતર્ગત શાળાની મુલાકાત લીધી હતી. જેમાં શાળામાં આવેલા ટોયલેટ અને બાથરૂમ જર્જરિત અવસ્થામાં છે અને વાપરી નહીં શકાય તેવી હાલતમાં છે. આ બાબતે પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. શાળા વેકેશન બાદ શરૂ થશે ત્યારે બાળકોને હાલાકી થશે. આ ફરિયાદ 19મી ઓગસ્ટે અપાઈ હતી પરંતુ કોઈપણ પગલાં નહીં લેવાતા રિમાઇન્ડર આપવાની ફરજ પડી છે.- વિજય રાઠોડ, નગરસેવક અને ઉપદંડક, શાસક પક્ષ, નવસારી વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...