સુરક્ષાની માંગ:આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશના આગેવાનોને સુરક્ષા પ્રદાન કરવા માટે અને બીજી વખત હુમલો ન થાય તે માટે આવેદન આપ્યું

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આપના આગેવાનો પર થઈ રહેલા હુમલાને લઈને નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીના આગેવાનોને સુરક્ષા પુરી પાડવા અને હુમલાઓ થઈ રહ્યાં છે. જેને પગલે જે કસૂરવારોની સામે રાજ્ય સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

હાલમાં સૌરાષ્ટ્રના પર પ્રવાસે ગયેલા આપના આગેવાનો પર હુમલામાં કાર્યકરોને ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને લઈને અનેક જિલ્લાઓમાં આ હુમલામાં દોષીતોને સખત સજા થાય તે માટે આવેદન આપવામાં આવ્યું હતું. જેને પગલે નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ચંદ્રકાન્ત રાણા સહિત અન્ય આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આ મામલે ચંદ્રકાન્ત રાણાના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર અમારા આગેવાનોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે તથા જે હુમલામાં દોષીતો છે, તેમને સખત સાજા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...