• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Three way Fight On 4 Seats Of Navsari District, The Position Of Candidates Of All Three Parties On All Four Seats Became Clear On Friday.

વિધાનસભા સંગ્રામ 2022:નવસારી જિલ્લાની 4 બેઠક ઉપર ત્રીપાંખીયો જંગ, શુક્રવારે ચારેય બેઠકોના ત્રણેય પક્ષના ઉમેદવારની સ્થિતિ સ્પષ્ટ થઈ

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુરૂવારે રાત્રે અનંત પટેલને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા
  • ગણદેવીમાં​​​​​​​ કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવાર બદલવા પડ્યાં, નવસારીમાં ભારે કશ્મકશ બાદ દીપક બારોટને ઉમેદવાર બનાવ્યા

નવસારી જિલ્લાની 4 બેઠકોના 3 રાજકીય પક્ષના તમામ ઉમેદવાર જાહેર થઈ જતાં ચિત્ર શુક્રવારે સ્પષ્ટ થયું હતું. કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર માટે સવાર સુધી સસ્પેન્સ રહ્યું હતું.આમ તો જિલ્લાની ચારેય બેઠકો માટે ભાજપ અને આમ આદમી પક્ષે તો ગુરુવાર સુધીમાં જ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા પણ કોંગ્રેસે સત્તાવાર રીતે ગુરુવાર સુધીમાં જલાલપોર અને ગણદેવી બેઠક માટે જ ઉમેદવારોની જાહેરાત કરી હતી,નવસારી અને વાસદ બેઠકના જાહેર કર્યા ન હતા. જોકે ગુરુવારે રાત્રે વાંસદા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અનંત પટેલના નામની જાહેરાત સત્તાવાર કરી હતી.(આમ તો અગાઉથી નામ નક્કી જ હોવાનુ કહેવાય)છે.

રાત્રે કરેલ જાહેરાતમાં જોકે નવસારી બેઠકના ઉમેદવાર જાહેર નહીં કરતા વધુ તર્કવિતર્કો શરૂ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ કોંગ્રેસ માટે નવસારી બેઠકના ઉમેદવાર પસંદ કરવા મુશ્કેલ હતા પરંતુ ગુરુવારે ભાજપે વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈને કાપી આ બેઠક ઉપર અન્યને ટિકિટ આપતા કોંગ્રેસને પુનર્વિચાર કરવાની ફરજ પડી હતી. ભારે કશ્મકશ બાદ આખરે નવસારી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દીપક બારોટને ઉમેદવાર જાહેર કર્યા હતા અને તે બાબતની જાણ ઉમેદવારને પક્ષે કરી હતી.

બીજી તરફ કોંગ્રેસે ગણદેવી બેઠકના ઉમેદવાર અગાઉ જે શંકર પટેલને જાહેર કરી દીધા હતા પણ પાછળથી તેની જગ્યાએ બીલીમોરાના અશોક પટેલને ઉમેદવાર જાહેર કરવા પડ્યાં હતા. અહીં ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે તેની બપોર બાદ જારી કરેલી યાદીમાં નવસારી બેઠક માટે દીપક બારોટ અને ગણદેવી બેઠક માટે અશોક પટેલનું નામ જાહેર કર્યુ હતું. કોંગ્રેસના 4 માંથી 3 ઉમેદવારે તો શુક્રવારે પોતાનું ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ ભરી પણ દીધું હતું.

જિલ્લામાં શુક્રવારે 6 જણાંએ ફોર્મ ભર્યા
આગામી 1લી ડિસેમ્બરના યોજાનારી પ્રથમ તબકકાની વિધાનસભા ચૂંટણી માટે નવસારી જિલ્લામાં 11મી નવેમ્બરના રોજ 6 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.વી.સાંબડના જણાવ્યાનુસાર ગણદેવી(એસ.ટી.) વિધાનસભા મત વિસ્તારમાં નરેશભાઇ મગનભાઇ પટેલ (ભાજપ), સમીર રતિલાલ પટેલ (ભાજપ), અશોકભાઇ લલ્લુભાઇ પટેલ (ભા.રા.કો.)એ ઉમેદવારી નોંધાવી છે. 175-નવસારી વિધાનસભા મત વિસ્તારમાં રાકેશ ગુણવંતભાઇ દેસાઇ (ભાજપ)એ ઉમેદવારી નોંધાવી છે. 174-જલાલપોરમાં રણજીતભાઇ ડાહ્યાભાઇ પંચાલ (ભા.રા.કોં)એ, જયારે 177-વાંસદા (એસ.ટી.)માં અનંતકુમાર હસમુખભાઇ પટેલ મળી 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જિલ્લાની ચાર બેઠકોના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો

​​​​​​​નવસારી બેઠક
ભાજપ : રાકેશ દેસાઇ
વ્યવસાય : વીમા કંપની સર્વેયર
રાજકીય સ્થિતિ : જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ
ભણતર : ઓટોમોબાઈલ્સ ઈજનેર
કોંગ્રેસ : દિપક બારોટ
વ્યવસાય : ખેડૂત, વેપાર
રાજકીય સ્થિતિ : પૂર્વ નવસારી કોંગ્રેસ પ્રમુખ
ભણતર : 11 પાસ
આપ : ઉપેશ પટેલ
વ્યવસાય : ખેડૂત
રાજકીય સ્થિતિ : જિલ્લા આપ સંયુક્ત સચિવ
ભણતર : 12 પાસ

જલાલપોર બેઠક
ભાજપ : આર.સી. પટેલ
વ્યવસાય : ખેડૂત, મત્સ્ય ખેડૂત
રાજકીય સ્થિતિ : 5 ટર્મના ધારાસભ્ય
ભણતર : એસએસસી
કોંગ્રેસ : રણજીત ઉર્ફે મુન્ના પાંચાલ
વ્યવસાય : ખેડૂત, બાંધકામ ઉદ્યોગ
રાજકીય સ્થિતિ : 2012ના વિધાનસભાના ઉમેદવાર
ભણતર : ડિપ્લોમા મોટર મિકેનિક
આપ : પ્રદિપકુમાર મિશ્રા
વ્યવસાય : વેપારી
રાજકીય સ્થિતિ : જિલ્લા ઉપપ્રમુખ આપ
ભણતર : એમબીએ ફાયનાન્સ

​​​​​​​ગણદેવી બેઠક
ભાજપ : નરેશ પટેલ
વ્યવસાય : ખેતી, વેપાર
રાજકીય સ્થિતિ : કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર
ભણતર : 10 પાસ
કોંગ્રેસ : અશોક પટેલ
વ્યવસાય : વેપાર
રાજકીય સ્થિતિ : માજી પ્રમુખ, બીલીમોરા પાલિકા, કાઉન્સિલર
ભણતર : જૂની એસએસસી પાસ
આપ : પંકજ પટેલ
વ્યવસાય : વેપાર
રાજકીય સ્થિતિ : બીટીટીએસ, પૂર્વ રાજ્ય સંગઠન મહામંત્રી
ભણતર : ધોરણ-10 પાસ

વાંસદા બેઠક
ભાજપ : પિયુષ પટેલ
વ્યવસાય : નાયબ મામલતદાર
રાજકીય સ્થિતિ : --
ભણતર : એમબીએ
કોંગ્રેસ : અનંત પટેલ
વ્યવસાય : ખેડૂત
રાજકીય સ્થિતિ : વર્તમાન ધારાસભ્ય
ભણતર : એમ.એ.બી.એડ.
આપ : પંકજ પટેલ
વ્યવસાય : ખેતી, ધંધો
રાજકીય સ્થિતિ : બીટીટીએસ, પૂર્વ જિલ્લા પ્રમુખ
ભણતર : ધોરણ-12 પાસ

અન્ય સમાચારો પણ છે...