તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂટણખાનું પકડાયું:ફ્લેટ ભાડે રાખીને દેહવ્યાપાર ધંધો કરતાં ત્રણ ઈસમ ઝડપાયા, સુરતથી રૂપલલનાઓ બોલાવી કરતા વેપાર

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દલાલ વોટ્સએપથી રૂપલલનાઓના ફોટા ગ્રાહકને સેન્ડ કરીને યુવતીની પસંદગી થતી

સંસ્કારીનગરી નવસારીમાં સુરત અને મુંબઈથી લાલનાઓને બોલાવી દેહવ્યાપરનો ધીકતો ધંધો છેલ્લા કેટલાય સમયથી શરૂ છે. દલાલ વોટ્સએપથી રૂપલલનાઓના ફોટા ગ્રાહકને સેન્ડ કરીને યુવતીની પસંદગી થયા બાદ ભાડે રાખેલા ફ્લેટ પર ગ્રાહકને બોલાવીને બીનદાસ્ત પણે દેકવિક્રયનો ધંધો છેલ્લા અનેક સમયથી ચાલુ હતો. જે મામલે એસઓજીને સમગ્ર મામલાની ગંધ આવતા રેડ કરવામાં આવી હતી.

કારોબારમાં સંડોવાયેલા સુરતનો એક ઇસમ પણ ઝડપાયો

નવસારી શહેરમાં આવેલા વિરાવળ પાસેના રોયલ આર્કેડ ના A- 108 નંબરના ફ્લેટમાં કેટલાક ઈસમોએ ભાડે રાખીને રૂપલલનાઓને બોલાવીને તેમાં દેહવેપારનો ધંધો શરૂ કર્યો હતો. સુરત તેમજ મુંબઈથી લલનાઓને બોલાવાતી હોવાની બાતમી એસ.ઓ.જીને મળી હતી. જેને પગલે પોલીસે ફ્લેટ પર જઈને રેડ કરતા સ્થળ પર બે દલાલ ઇમરાન દીવાન, ફેઝલ પઠાણ સહિત એક લલના ઝડપાઈ હતી. સાથે જ કારોબારમાં સંડોવાયેલા સુરતના એક ઇસમને પણ પોલીસે ઝડપી પાડી કુલ ૩ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં ફ્લેટ ભાડે રાખીને ડિમાન્ડ મુજબ રૂપલલનાઓને બોલાવી

32 વર્ષીય ઇમરાન દિવાન નામનો દલાલ રોયલ આર્કેડમાં ફ્લેટ ભાડે રાખીને છેલ્લા પંદર દિવસથી ધંધો કરતો હતો. આરોપી પોલીસથી બચવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેટ ભાડે રાખીને ડિમાન્ડ મુજબ રૂપલલનાઓને બોલાવી તેમની પાસે દેહવેપાર કરાવતો હતો. પણ સમગ્ર કારોબારની જાણ પોલીસને થતા રેડ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન બે દલાલ પાસેથી રૂ.5290 રોકડા તથા બે મોબાઇલ મળી કુલ રૂ.25290 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલાની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...