મેઘ મહેર:ચીખલીમાં બે કલાકમાં ત્રણ ઇંચ, ખેરગામમાં અડધો ઇંચ વરસાદ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીમાં 11 મિમી, નવસારી-જલાલપોરમાં ઝરમર

ચીખલીમાં ગુરૂવારે દિવસે 3 ઈંચ વરસાદ પડ્યો હતો.ચીખલી ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તાર પણ ભીંજાયા હતા. ગુરુવારે શ્રાદ્ધના છેલ્લા દિવસે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યો હતો.જેમાં ચીખલી તાલુકામાં તો સવારે મન મુકીને વરસ્યો હતો. ચીખલીમાં સવારે 6 વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. 2 કલાક દરમિયાન જ 66 મિમી પાણી પડી ગયું હતું. ત્યારબાદ પણ વરસાદ પડ્યો હતો. સવારે ધોધમાર વરસાદથી ચીખલી પંથકમાં પાણી પાણી થઈ ગયું છે. ચીખલી ઉપરાંત જિલ્લાના ખેરગામ અને ગણદેવીતાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં ચીખલીમાં 74 મિમી વરસાદ નોંધાયો હતો. આજ સમયગાળા દરમિયાન ખેરગામમાં 16 મિમી અને ગણદેવીમાં 11 મિમી પડ્યો હતો. જિલ્લાના અન્ય ત્રણ તાલુકા નવસારી, જલાલપોર અને વાંસદામાં નોંધનીય વરસાદ પડ્યો ન હતો.નવસારીમાં વાદળછાયું વાતાવરણ તો થયું હતું પણ ખાસ વરસાદ દિવસ દરમિયાન થયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...