તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વિજલપુરના ડોલી તળાવ પાસે આવેલા ડમ્પિંગ સાઇટમાં રાત્રે આગ લાગતાં ત્રણ ગાય બળીને ભડથું થઈ ગઇ

નવસારીએક મહિનો પહેલા
 • ટીખળખોર તત્વો ગાયોને હટાવવા માટે આગ લગાવી હોવાનું અનુમાન રાત્રે દસ વાગ્યા આજુબાજુ આગની ઘટના બની

વિજલપુરના ડોલી તળાવ પાસે આવેલા ડમ્પિંગ સાઇટ પાસે રાત્રે આગ લાગતાં ત્રણ ગાયો બળીને ભડથું થઈ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગૌરક્ષકો અને ફાયર ફાઈટરની ટીમે આગ બુઝાવવાનો પર્યત્ન કર્યો હતો પણ ગાયોને બચાવાઇ શકી નહોતી.

એક સમયે વિજલપુર નગર પાલીકા સ્વતંત્ર રીતે કાર્યરત હતી તે સમયે શહેરનો કચરો ડોલી તળાવ પાસે ઠાલવવામાં આવતો હતો. જેને લઇને આ સાઇટ પર અનેક ગાય ભેસ ચરવા સાથે હાનિકારક પ્લાસ્ટિક પણ આરોગતી હતી. જેને લઈને અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે હાલમાં વિજલપુર નવસારી પાલિકામાં ભળી જતા ડમ્પિંગ સાઈડમાં હાલમાં કચરો ઠાલવાતો નથી પણ આ વિસ્તારમાં મોટા ભાગે ગૌવંશ ચારો ચરવા માટે આવતા ડમ્પિંગ સાઈડમાં તેમનો વસવાટ હોય છે. ગતરાત્રે દસ વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠતા ડમ્પિંગ સાઈડમાં બેઠેલી ત્રણ જેટલી ગાય બળીને ભડથું થઈ હતી.

ઘટનાની જાણ શહેરના ગૌરક્ષકો ને થતા તે તાત્કાલિક ડમ્પિંગ સાઈડ પહોંચીને આગ બુઝવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર ફાઈટરને જાણ કરી હતી.કોઈ ટીખળખોરોએ આગ લગાવી હોવાનો દાવોગૌરક્ષક યુવાનોના મત મુજબ આ વિસ્તારમાં રહેતા કેટલાક ટીખળખોર તત્વો દ્વારા ડમ્પિંગ સાઇટમાંથી ગાયોને હટાવવા માટે આગ લગાવી હોવાનું અનુમાન લગાવાયું છે અને જે પણ કોઈ કસુરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો