ઉમેદવારોની જાહેરાત:નવસારી વિધાનસભાના ચાર ઉમેદવારોને જાહેર કરાયા, સમર્થકોએ ઉજવણી કરી

નવસારીએક મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને દરેક પાર્ટીમાં રસાકસી શરૂ થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે નક્કી કરાયેલા ઉમેદવારોને ફોન કર્યા બાદ યાદી જાહેર કરી હતી અને તૈયારીઓ શરૂ કરવા માટે સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે નવસારી ના 4 ઉમેદવારોને ફોન કરીને માહિતી આપવામાં આપ્યા બાદ લીસ્ટ જાહેર થયું છે.

છેલ્લા પાંચ ટર્મથી જલાલપુરના ધારાસભ્ય આર.સી પટેલને ફરી રીપીટ કરવામાં આવ્યા છે, પૂર્વ નાયબ ઉપદંડક તરીકે આર.સી પટેલ પર ભાજપે પસંદગીનો કરશ ઢોળ્યો છે,તો નવસારી વિધાનસભામાં રાકેશ દેસાઈ નામના મૂળ સંઘના કાર્યકર પર પસંદગી ઉતારવામાં આવી છે. ગણદેવી વિધાનસભામાં ગત ટર્મના આદિજાતિ અને પુરવઠા મંત્રી નરેશ પટેલને પણ રીપીટ કર્યા માં આવ્યા છે.વાંસદામાં નવા ચહેરા તરીકે આદિવાસી પિયુષ પટેલને ભાજપે ટિકિટ આપી છે.

હજુ સુધી કોંગ્રેસ દ્વારા કેટલીક વિધાનસભામાં નામ જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે ભાજપ દ્વારા ઔપચારિક રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આપવામાં આવી છે જેને લઈને ભાજપમાં પ્રચાર અને ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ થઈ છે અને ઉમેદવારો મુરત પ્રમાણે 11 થી લઈને 14 તારીખની વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...