બાયોડિઝલ ઝડપાયું:બીલીમોરાની આંતલીયા GIDCમાંથી 2500 લીટર બાયોડિઝલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

નવસારી12 દિવસ પહેલા
  • જી.પી.થ્રિનર કેમિકલ વેચવાની આડમાં બાયોડીઝલનું વેચાણ શરૂ હતું
  • 27 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

નવસારી જિલ્લાના બીલીમોરા વિસ્તાર પાસે આવેલા આંતલીયા GIDCમાંથી પોલીસે ગેરકાયદેર બાયોડીઝલ ઝડપી પાડ્યો છે. આંતલીયા GIDCમાંથી 3 ઇસમોને 25.125 લીટર બાયોડીઝલ અને અન્ય મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બીલીમોરા વિસ્તાર પાસે આવેલા આંતલીયા GIDCના 98/1 નંબરના પ્લોટમાં પારસ પરસરામ કુંભાર નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે બાયો ડીઝલની સંગ્રહખોરી કરે છે અને તે અનેક વિસ્તારોમાં સપ્લાય પણ કરે છે. જેને લઇને ગઈકાલે રાત્રે એલસીબીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન પારસરામ કુંભાર, મયુર ઠક્કર અને મલય પટેલને ઝડપી પાડી કેસ બીલીમોરા પોલીસમાં નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ LCBને સોંપવામાં આવી છે. આ સમગ્ર રેડમાં PI. વી.એસ.પલાસ, PSI એ.આર.સૂર્યવંશી, PSI એસ.ટી.પારગી, ASI નલિનભાઈ, HC લલિતભાઈ અને HC ગણેશભાઈ સહિત મામલતદાર જે.એન.ચૌધરી મામલતદાર ગણદેવી તથા અશોક ડી.આહીર નાયબ મામલતદાર પુરવઠા દ્વારા પ્રસનીય કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...