25 કિ.મી. નો ટ્રાફિક જામ:નવસારી હાઇવે પર ટ્રાફિક જામમાં હજારો વાહનો કલાકોથી ફસાયા,5 કિ.મી. કાપતા છ કલાક થયા

નવસારી3 મહિનો પહેલા
  • જીવન જરૂરી વસ્તુઓ​​​​​​​ ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવામાં ટ્રક ચાલકોને કલાકોનો વિલંબ

ચીખલી આલીપોર પાસે કાવેરી નદીના પાણી ફરી વળતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે. ખારેલ ચોકડીથી નવસારી આવતા 15 કિ.મી. માં વાહનચાલકોને 6થી વધુ કલાક થયા હતા. જેમાં અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.આ તમામ ટ્રકોમાં જીવન જરૂરિયાતનો સામાન જે તે ટ્રાન્સપોર્ટમાં વહેલો પહોંચાડવાનો હોય જેથી છ કલાકથી વધુ જામ થતા ટ્રાન્સપોર્ટરોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતી છે. ટ્રાફિક જામથી અર્થતંત્રને મોટા નુકશાનની સંભાવના જોવામાં આવી રહી છે.

ટ્રાન્સપોર્ટરો માટે પણ મુસીબત સમાન બની રહ્યો
નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આફત બની વરસી રહેલો વરસાદ જિલ્લાના લોકો સહિત હવે ટ્રાન્સપોર્ટરો માટે પણ મુસીબત સમાન બની રહ્યો છે. ચીખલીથી નવસારી આવતા ટ્રક ચાલકોને સામાન્ય દિવસોમાં 30 મિનિટ જેટલો સમય લાગે છે, પરંતુ પૂરની સ્થિતિમાં ટ્રક ચાલકોને છ કલાક જેટલો સમય હાઇવે ઉપર ગાળવો પડ્યો છે.

ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો પૂર ઓસરે
ઉપરવાસમાં વરસાદ બંધ થાય અને દરિયો નદીઓનું પાણી લેવાની શરૂઆત કરે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર ઓસરી શકે તેવી સંભાવના છે. પરંતુ જો ઉપરવાસમાં રાત્રિ દરમિયાન વરસાદ રહ્યો હતો આવતીકાલે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેલું પાણી ઓસરશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ જન્યો છે.

અન્ય સમાચારો પણ છે...