તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ આંખ:બાળકોને શારિરીક-માનસિક-ભાવનાત્મક શિક્ષા કરનારા હવે દંડ સહિત સજાને પાત્ર થશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી સહિત રાજ્યભરમાં બાળકો પર થતાં અત્યાચાર સામે સરકારની કવાયત

બાળકોને શારિરીક-માનસિક-ભાવનાત્મક શિક્ષા કરનારા હવે દંડ સહિત સજાને પાત્ર થશે. સરકાર હવે આવુ કૃત્ય કરનારા વાલીઓ સહિતનાઓને નહીં બક્ષે. તેમની સામે કાર્યવાહી કરાશે.

કોઇપણ બાળકોને હકીકતમાં કબજા અથવા નિયંત્રણ ધરાવતો હોય તે બાળક ઉપર હુમલો, ત્યાગ કરે, ધિકકારે બાળકને ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરે અથવા બાળક ઉપર હુમલો કરાવે અથવા ઉપેક્ષિત થવા ધિકકારવા અથવા બાળકને બિનજરૂરી માનસિક અથવા શારિરીક પીડા ભોગવવી પડે તેવા માટે બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-2015ની કલમ 75 મુજબ બાળક પરત્વે ક્રુરતા માટે ત્રણ વર્ષ સુધી વધી શકે તેવી કેદની સજા અથવા રૂપિયા એક લાખના દંડ અથવા બંને સજા પાત્ર થશે.

બાળકની સંભાળ અને સુરક્ષાની જવાબદારી હોય તેવા સંગઠનના સંચાલનકર્તા દ્વારા નિમણૂંક કરાયેલા હોય તેવી વ્યકિત દ્વારા જા આવા ગુનો કરવામાં આવેલા હોય તો તેના મટે પાંચ વર્ષ સુધી વધી શકે તેવી સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખ સુધી વધી શકે તેવા દંડને પાત્ર ઠરશે. વધુમાં ક્રુરતાને કારણે જો બાળક શારિરીક પણે અસક્ષમ બનેલા હોય અથવા માનસિક બિમાર બનેલા હોય અથવા માનસિક બિમાર બનેલા હોય અથવા માનસિક રીતે નિયમિત કાર્ય કરવા અસક્ષમ બનેલા હોય અથવા તેના જીવન અથવા અંગનો ભય રહેલો હોય તેવી વ્યકિતને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધી વધી શકે તેવી સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખનો દંડ થશે.

નવસારી જિલ્લામાં કોઇપણ 18 વર્ષથી નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારિરીક તથા માનસિક અત્યાચાર કે શોષણ, અનાથ, નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, બ્લોક સી, પહેલો માળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં બાળ મજૂરી કરનારા બાળકોને પણ લારીઓ પરથી છોડાવી તેમને યોગ્ય અભ્યાસ મળે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા સમયાંતરે કરાતી રહે છે. કેટલીક સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ આવા બાળકોના ભવિષ્ય માટે કામગીરી થતી હોય છે, પરંતુ બાળકો સામે ક્રૂરતા દાખવનાર સામે પણ સરકાર હવે સખતાઇ દાખવી રહી છે. આ ઉપરાંત રાજ્યભરમાં બાળકોના શિક્ષણ અને તેના પોષણ માટે પણ આગોતરૂ આયોજન કરી તેમને ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડી બાળકો પર થતાં અત્યાચારને ડામવા તેમની તસ્કરી થતી અટકાવવા ઉપરાંત બાળ મજૂરી કરાવનારા શખસો સામે પણ સખત કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો