તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નો વેક્સિનેશન:નવસારીમાં રસીકરણ મહા અભિયાનને 8માં દિવસે જ બ્રેક

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે માત્ર 2થી 3 હજાર ડોઝ ઉપલબ્ધ થયા જે પ્રતિદિન થતા રજિસ્ટ્રેશન સામે અપૂરતા
  • નવસારી શહેર-તાલુકામાં એક પણ સેન્ટર પર રસીકરણ નહીં, પાલિકા હાઈસ્કૂલના સેન્ટર પર હોબાળો થતા પોલીસ બોલાવવી પડી
  • કોવિડ રસીનો પૂરતો જથ્થો ન હોવાથી જિલ્લાના અનેક સેન્ટરો પર રસીકરણ નહીં, સોમવારે માત્ર 1779ને ડોઝ અપાયો

શહેરમાં આવેલી નવસારી હાઈસ્કૂલમાં 18 પ્લસ અને 45 પ્લસ ને વેક્સિન આપવામાં આવે છે, ત્યારે આજે રજિસ્ટ્રેશન કરી ડોઝ લેવા પહોંચેલા લોકોને ધરમનો ધક્કો થતા લોકોએ હોબાળો કર્યો હતો. જેથી તાત્કાલિક સેન્ટર પર હાજર અધિકારીઓને પોલીસને જાણ કરતા મામલો શાંત પાડ્યો હતો. જિલ્લા અને શહેરમાં યોગ્ય દિશા માં વેક્સિનેશન થઈ રહ્યું હતું તેમાં હવે ફરીવાર બ્રેક લાગી છે.

નવસારી જિલ્લામાં આમ તો 18થી 45 વર્ષ વચ્ચેની વયનાઓ માટે 4 જૂનથી રસીકરણ શરૂ કરાયું હતું પણ 21 જુનથી રસીકરણનું મહા અભિયાન શરૂ કરાયું હતું અને રોજ વધુ માત્રામાં રસીકરણ કરવાની વાતો પણ કરી હતી. જોકે મહા અભિયાનના પ્રથમ 7 દિવસ ધારણા કરતા ઓછું રસીકરણ થયા બાદ 8માં દિવસે તો પૂરતા જથ્થાના અભાવે અનેક સેન્ટરો પર રસીકરણ થયું જ નહીં અને નવસારીના એક સેન્ટર પર તો બબાલ થઈ હતી. સોમવારે વેક્સિનનો પુરવઠો ન હોઈ નવસારી શહેર -તાલુકાના એક પણ સેન્ટર પર વેક્સિનેશન થયું જ ન હતું.

કેટલાક લોકોને તો ખબર હોય રસી લેવા ન આવ્યાં પણ ઘણા વેક્સિન સેન્ટરો પર આવી પરત ગયા હતા. નવસારી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે બનાવાયેલ એક સેન્ટર પર રસી લેવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા પણ રસી જ ન હોય રસીકરણ બંધ હોવાની વાત કરતા લોકો ગુસ્સે ભરાયા હતા. કેટલાક તો ગુસ્સે થઈ બળાપો ઠાલવવા લાગતા પોલીસ સુધ્ધાં બોલાવવી પડી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી તાલુકા સિવાય અન્ય તાલુકામાં પણ રસીકરણ ખૂબ ઓછું થયું હતું.

જિલ્લા ને કેટલા ડોઝની જરૂરિયાત

નવસારી જિલ્લાને પ્રતિદિન રસીકરણ કરવા માટે 10થી 12 હજાર ડોઝની જરૂર રહે છે. જેમાં આજે માત્ર 2થી 3 હજાર ડોઝ ઉપલબ્ધ થયા છે. જે પ્રતિદિન થતા રજિસ્ટ્રેશન સામે અપૂરતા છે.

રજુઆત થઈ

આજે વિવિધ સેન્ટરો પર વેક્સિનની અછતને લઈને જે હોબાળો થયો તેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત વેક્સિન અધિકારી સુજીત પરમારએ રાજ્ય સરકારના સંબંધિત અધિકારીને આ મામલે જાણ કરી હતી. જિલ્લા વેક્સિન અધિકારી સુજીત પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે અમે રાજ્ય સરકારને આ મામેલ રજુઆત કરી છે અને માત્ર જલાલપોર અને નવસારીમાં જ શોર્ટજ ઉભી થઇ છે, ચીખલી અને બીજા વિસ્તારો માં 500થી વધુનો સ્ટોક છે, ત્યારે તાલુકા કક્ષાએ તાત્કાલિક આદેશ કરવામાં આવ્યા છે કે સ્ટોક મુજબ શેશન પ્લાન કરવામાં આવે જેથી લોકોને હાલાકી નહીં થાય.

અન્ય તાલુકામાં પણ ઓછુ રસીકરણ
જિલ્લામાં નવસારી શહેર-તાલુકામાં તો વેક્સિન ડોઝના અભાવે બિલકુલ જ રસીકરણ સોમવારે થયું ન હતું પરંતુ જિલ્લાના અન્ય તાલુકામાં પણ ઓછુ થયું હતું. નજીકના જલાલપોર તાલુકામાં અંદાજે 350 જેટલું કોવેક્સીનનું, ખેરગામ તાલુકામાં 160, વાંસદા તાલુકામાં 400 રસીના ડોઝ અપાયા હતા. ચીખલી તાલુકામાં 1200 જેટલું રસીકરણ થયું હતું. ગણદેવી તાલુકામાં પણ રસીકરણ ઓછુ થયું હતું.

જિલ્લામાં 45 સેન્ટર ઉપર જ રસીકરણ
આમ તો મહાઅભિયાન શરૂ થયા બાદ જિલ્લામાં 80 થી 100 સેન્ટર ઉપર રરસીકરણ થઈ રહ્યું હતું પરંતુ સોમવારે વેક્સિનના ડોઝ ઓછા આવતા માત્ર 45 સેન્ટર ઉપર જ રસીકરણ થયું હતું. જેમાં નવસારી શહેર-તાલુકામાં તો એકપણ સેન્ટર ઉપર થયું નહીં. અન્ય તાલુકામાં જલાલપોરમાં 6, ગણદેવીમાં 4, ચીખલીમાં 23, ખેરગામમાં 4, વાંસદામાં 8 સેન્ટર ઉપર થયું હતું.

રવિવારે ડોઝ ન આવતા મુશ્કેલી સર્જાઇ
આમ તો રસીકરણનું મહાઅભિયાન શરૂ થયા બાદ વેક્સિન આવતી રહી હતી પરંતુ જિલ્લાના એક આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ રવિવારે કોવિશીલ્ડ, કોવેક્સીનના ડોઝ આવ્યાં ન હતા, જેના કારણે મુશ્કેલી પડી હતી. અગાઉના ડોઝથી મહદઅંશે સોમવારે રસીકરણ થયું હતું.

ડોઝ અંગે છેલ્લે સુધી રહેતી અનિશ્ચિતતા
રસીકરણની સંખ્યા બાબતે છેલ્લી ઘડી સુધી અનિશ્ચિતતા રહે છે. મોડેથી ડોઝની સંખ્યાનું ફાઈનલ થતા શિડ્યુલ બને છે. મંગળવારે પણ રસીકરણ કેટલું થશે તે બાબતે સોમવારે સાંજે 5.30 સુધી અનિશ્ચિતતા જ રહી હતી. જોકે, વધુ ડોઝ આવવાની આશા છે.

30મી જૂનના વેક્સિનના આદેશથી ભીડ
સરકારના છેલ્લા જાહેરનામામાં દુકાન વગેરે વેપારી સંસ્થાનો, રેસ્ટોરન્ટ, જીમ, વાંચનાલયો, પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ, રમતગમત સંકુલ, મનોરંજન સ્થળો વગેરેમાં કામ કરતા લોકો યા સંકળાયેલાઓને 30 જૂન સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લેવા જણાવાયું છે. જો આમ નહીં કરાય તો જે તે દુકાન વગેરે એકમો ચાલુ નહીં રખાય એમ પણ જણાવાયું છે. જેને લઇ દોડધામ મચી છે. 30મી જૂનને માંડ 2 દિવસ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...