તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવસારીમાં ચોરી કરી અજમેર શરીફના દર્શન કરવાનો ચોરનો પ્લાન ફેલ, પોલીસે હોટલમાં આરામ કરતા ચોરને પકડી લીધો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોર 10 જૂનના રોજ ચોરી કરી તે ભીવંડી ભાગી ગયો હતો
  • 13 જૂને ફરીવાર ચોરી કરી અજમેર દરગાહ જવાના પ્લાન પર પોલીસે પાણી ફેરવ્યું

નવસારીમાં ચોરી કરીને ફરિવાર હાથસફાયો કરી અજમેર શરીફના દર્શન કરવાનો ચોરનો પ્લાન થયો ફેલ થયો છે. જેમાં પોલીસે હોટલમાં આરામ કરતા ચોરને પકડી લીધો છે.

ચોર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પાસે રોકાયો

જલાલપોર પાસેના મીઠાકુવા પાસે આવેલી રાધિકા લેક્વ્યું રેસિડન્સીમાં રહેતા જિજ્ઞાસા ગાંધીના બંધ મકાનમાં મારેલું તાળું કોઈ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી ચોર શફી શેખ સોના ચાંદીના દાગીના ની ચોરી કરી બિન્દાસપણે ચોરી ભીવંડી (મુંબઈ) નાસી ગયો હતો. જે અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ચકાસતા આરોપી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પાસે રોકાયેલો હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે તેની ધરપકડ કરતાં સમગ્ર ચોરીનો કેસ ઉકેલાયો હતો.

નવસારી આવીને ગુપ્તા હોટલમાં રોકાયો

પણ આ કેસમાં રસપ્રદ કહી શકાય એવી વાત રિમાન્ડ દરમિયાન સામે આવી હતી કે ચોરી કરીને શફી શેખ મુંબઇ નાસી ગયો હતો. ત્યારબાદ તેણે વધુ એકવાર નવસારીમાં હાથ સફાયો કર્યા બાદ અજમેર ખાતેની દરગાહમાં માથું ટેકવવા જવાનો પ્લાન ઘડી કાઢયો હતો. ત્યારે તે 13 જૂને ફરિવાર રાત્રે નવસારી આવીને ગુપ્તા હોટલમાં રોકાયો હતો. ત્યારે પોલીસને ચોર આવ્યાની બાતમી મળતા તેના રૂમ નંબર 304માંથી દબોચી લીધો હતો. આમ બુરાઈનો સાથ ઈશ્વર પણ આપતો નથી. અને આ કેસમાં દરગાહ પર જવાના પ્લાનને કારણે ચોર ફરિવાર નવસારી આવી જતા તેને હવે સળીયા ગણવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...