આયોજન:મતદાન મેરેથોન, સિગ્નેચર ડ્રાઈવ, રેલી, વોલ અને રોડ પેઇન્ટીંગના કાર્યક્રમો થશે

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ આયોજન કરાયા

જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા મતદાન મેરેથોન (સાઇકલ), તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરિવારને મતદાન માટે પત્ર, તમામ તાલુકા મથકે સાઇકલ/ બાઇક રેલી, સંબંધિત તમામ શાળાઓ દ્વારા એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો અને તમામ શાળાઓમાં શિક્ષકો-વાલીઓ અને દરેક સરકારી કર્મચારીઓ મતદાન માટે સંકલ્પ લેશે.

નવસારી સહકારી મંડળીઓની રજીસ્ટ્રાર કચેરી અને નવસારી જિલ્લા પંચાયતની સહકાર શાખા દ્વારા જિલ્લાની સહકારી અને દૂધ મંડળીઓ દ્વારા મતદાન જાગૃતિ અને વિવિધ મંડળીઓ, બજાર સમિતિઓ દ્વારા જાગૃતિ સંદેશ, પ્રાંત ઓફિસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા તાલુકા મથકોએ સિગ્નેચર ડ્રાઈવ, મતદાન સંદેશા પ્રસારણ (લોકલ ચેનલ મારફતે) અને તાલુકાના મુખ્ય મથકે રન ફોર વોટ, શેરી નાટક અને પપેટ શો દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે.

નવસારી જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નાયબ કલેકટરની કચેરી સખી મંડળીઓ, આંગણવાડી કેન્દ્રો અને ઘટક તાલુકા કક્ષાએ આશાવર્કર, એમડીએમ સંચાલક, સખી મંડળ, સ્વસહાય જૂથ અને આંગણવાડી કાર્યકરને સાંકળી મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.

ચૂંટણીના દિવસ સુધી મતદાન જાગૃતિ માટે જિલ્લા ઈન્ફોર્મેશન ઓફિસ કચેરી દ્વારા ટેક્સ્ટ મેસેજીસ કરાશે. નવસારી એસટી ડેપો મેનેજર અને નવસારી આરટીઓ ઈન્સ્પેક્ટર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારી વાહનોની રેલી અને વાહનો પર મતદાર જાગૃત્તિ અંગેના સ્ટીકર લગાવાશે. જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો દ્વારા મહિલા મતદાર રેલી ગ્રામ્ય કક્ષાએ કાઢવામાં આવશે.

જિલ્લા રમતગમત અધિકારી અને વ્યાયામ મંડળો દ્વારા મતદાન જાગૃતિ બેનર સાથે બીચ મેરેથોન યોજાશે. માર્ગ અને મકાન, પંચાયત- સ્ટેટ દ્વારા મતદાન જાગૃતિ મેસેજ સાથે વોલ પેઈન્ટીંગ અને રોડ પેઈન્ટીંગ કરાશે. મદદનીશ કમિશ્નર આદિજાતિ કચેરી દ્વારા કોલેજ કક્ષાએ સરકારી છાત્રાલયોમાં ઈવનિંગ અવેરનેસ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...