તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાનજીવાડી સ્થિત શ્રી આદિનાથ જૈન સંઘના નૂતન ઉપાશ્રયે પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે, કંપની, ફેકટરી અને પરીક્ષા વખતે સુપરવિઝન થતું હોય છે. શારીરિક, માનસિક અને વ્યવહારિક ક્ષેત્રે પણ સુપરવિઝન સતત ચાલુ જ હોય છે પણ અધ્યાત્મના ક્ષેત્રો કોઈપણ જાતનું સુપરવિઝન હોતું નથી તે દુ:ખદાયી ઘટના ગણાય. ભૌતિક ક્ષેત્રમાં ક્યાંય પણ અડચણ ઉભી થાય તો એને દૂર કરવા માણસ સતત પ્રયત્નશીલ હોય છે. એક વાત સહુએ સમજી રાખવાની જરૂર છે કે સત્તા, સંપત્તિ, સાધનો અને સ્વજનો અહીંથી મૃત્યુ બાદ કાંઈ સાથે આવવાનું નથી.
જ્યારે તમારું આ ધરતી ઉપર આગમન થયું ત્યારે પણ તમે નેકેટ હતા અને જશો ત્યારેપણ બધુ છોડીને જવાનું છે જે તમારી સાથે નથી આવવાનું તેની ચિંતા શા માટે કરો છો ? જે તમારી સાથે આવવાનું છે તેનું જતન કરો. વાસ્તવિક સુખ અને કલ્પનાના સુખ વચ્ચે મોટી ભેદરેખા છે જે તમારુ છે તેને ઓળખતા શીખો. સ્વજનો, સ્નેહીજનો અને પરિવારજનો એ કોઈ તમારા નથી. સંસારમાં સ્વાર્થ વિનાનું એકપણ સગપણ નથી. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સધાતો હશે ત્યાં સુધી સ્વજનો તમારી સાથે રહેશે પણ જ્યાં સ્વાર્થ પુરૂો થશે ત્યારે ગમે ત્યારે લાત મારી દેશે.
આજનો માણસ સ્વભાવ દશામાંથી ખસીને પરભાવમાં ફસાયો છે. સ્વભાવથી જેઓ ખસે છે તેઓ ક્યાંય સેટ થઈ શકતા નથી. વિભાવદશામાં આવનાર વ્યક્તિ સાચુ સુખ પ્રાપ્ત કરી શકતો નથી. રાગદ્વેષ અને વિષય-કષાયની ચૂંગાલમાંથી મુક્ત થવા આત્મામાં રહેવું જરૂરી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.