તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગલિક કાર્યો પર બ્રેક:14 ડિસેમ્બર સુધી લગ્ન કરી લેજો પછી મુહૂર્ત નથી, સીધી આવતા વર્ષે 20 એપ્રિલથી લગ્નસરા શરૂ થશે

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 ડિસેમ્બરથી ધનારક બેસતાં લગ્નો સહિત માંગલિક કાર્યો પર બ્રેક વાગી જશે

દેવઉઠી એકાદશીથી માંગલિક પ્રસંગોનો પ્રારંભ થતો હોય છે. જેમાં વિવાહ-લગ્ન મુખ્ય હોય છે. પ્રતિવર્ષ લગભગ 15 ડિસેમ્બરથી ધનારકનો પ્રારંભ થતા ઉત્તરાયણ એટલે 14 જાન્યુઆરી સુધી માંગલિક પ્રસંગોનું આયોજન થતું નથી. ચાલુ વર્ષે 15 ડિસેમ્બરથી 20 એપ્રિલ 2021 સુધી લગ્નના કોઈ મુહૂર્ત નથી. આમ ચાલુ વર્ષે લગ્નોને 14 ડિસેમ્બર સુધી કોરોનાનું ગ્રહણ નડ્યું છે, જ્યારે 15 ડિસેમ્બરથી ગ્રહોનું ગ્રહણ લાગશે. હવે ડિસેમ્બરના 10 દિવસ જ લગ્નના મૂર્હુત છે.

શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું કે, ધનારક-મીનારકમાં લગ્ન લેવાતાં નથી. તદુપરાંત ગુરુ-શુક્ર ગ્રહના અસ્તમાં પણ લગ્નો યોજી શકાતા નથી. લગ્નમાં વર-કન્યાનું સૂર્ય, ચંદ્ર અને ગુરુનું બળ મહત્ત્વનું ગણાય છે. કૃષ્ણ પક્ષમાં તારાબળ મહત્વનું છે. ધનારક એટલે ધન સંક્રાંતિ સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ થાય છે. ધન એ ગુરુની રાશિ છે, જેમાં સૂર્ય પ્રવેશતાં રાજા અને ગુરુ બંને જ્ઞાનસત્રમાં વ્યસ્ત થાય છે. જેથી ધનારકમાં લગ્ન યોજાતા નથી. જોકે નર્મદા-મહી નદી વચ્ચેના ક્ષેત્રમાં ધનારકનો દોષ લાગતો નથી. ગુરુ-શુક્રના અસ્તમાં પણ જો લગ્ન કરવા જ પડે તેવી સ્થિતિ હોય તો ગુરુ-શુક્રના જાપ કરાવવા તથા બ્રાહ્મણ દ્વારા ગુરુ-શુક્ર ગ્રહની શાંતિ કરાવવી જરૂરી છે.

કમુરતા / કઈ તારીખે કયા પ્રકારના યોગ બનશે?

 • ધનારક :15 ડિસેમ્બર 2020થી 14 જાન્યુઆરી 2021
 • ગુરુ ગ્રહ અસ્ત :16 જાન્યુઆરી 2021થી 11 ફેબ્રુઆરી 2021
 • શુક્ર ગ્રહનો અસ્ત: 14 ફેબ્રુઆરી 2021થી 20 એપ્રિલ 2021
 • મીનારક :14 માર્ચ 2021થી 14 એપ્રિલ 2021

હોળાષ્ટક : 21 માર્ચ 2021 થી 28 માર્ચ 2021
(નોંધ - આ કમુરતાના દિવસો દરમિયાન લગ્ન યોજી શકાતા નથી)

 • બગ્ધ, મૃત્યુ, યમઘંટ, કાલમુખી વગેરે સહિતના જુદા જુદા અશુભ યોગો હોય તો પણ વિવાહાદિ કાર્યો કરી શકાય છે.
 • મહાપાત, વ્યતિપાત,વૈધ્રુતિ વિવાહાદી કાર્યમાં વિશેષ કરીને ગણેશ સ્થાપના અને વર-કન્યા વિદાય સમયે સંપૂર્ણપણે દોષકારક મનાય છે.
 • લગ્ન માટે ગોરજ મુહૂર્ત સૂર્યાસ્ત પહેલાંની 6 મિનિટ ઉત્તમ કહેવાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો