દરેક વ્યક્તિ સુંદર-સારા દેખાવા માટે ઘણો બધો ખર્ચ કરતા હોય છે. આપણને જેઓ ઓળખે છે તેઓ માટે સારા દેખાવાની કશી જરૂર નથી અને જેઓ ઓળખતા નથી તેઓને આપણા તરફ જોવાની ફૂરસદ નથી. તો પછી સુંદર દેખાવા માટેના ઉધામા શા માટે કરવા જોઈએ ? સારા દેખાવા કરતા સારા થવાની ઘણી જરૂર છે. આપણા વાણી, વર્તન, વ્યવહાર, સદગુણો અંત:કરણની પવિત્રતા ઉપર મોટો આધાર છે. કોઈને પણ છેતરવા નહીં, કોઈની સાથે કપટ ન કરવું. દરેકને આદર આપવો, કટુવાણી કદિ પણ ક્યારેય પણ ન ઉચ્ચારવી.
આપણે બધા જન્મ-મરણ, ભવરોગની જેલમાં જ પૂરાયેલા છીએ. એમાંથી છૂટકારો મેળવવા તો આ અમૂલ્ય માનવદેહ મળ્યો છે. સામાન્ય રીતે આપણે આ લોકના સુખની પ્રાપ્તિ માટે જે ખૂટતું હોય તેની માંગણી માટે ભગવાન અને ગુરૂહરિ પાસે યાતના કરતા હોઈએ છીએ. ઉપરોક્ત શબ્દો ડો. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખવાણી કાર્યક્રમ અંતર્ગત સત્સંગ કરાવતા ઉચ્ચાર્યા હતા. તેમણે કથાવાર્તાની જ્ઞાનગંગા વહેવડાવતા જણાવ્યું હતું કે આપણે એટલું જ સમજવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.