ચોરી:નવસારી સિવિલની નર્સિંગ સ્કૂલમાંથી કોપરની પાઇપલાઇન સહિત સર્જીકલ સાધનોની ચોરી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 ઓગસ્ટથી 1 ઓક્ટોબર દરમિયાન 1.46 લાખની મતાની થયેલી ચોરી અંગે પોલીસ ફરિયાદ

નવસારી જિલ્લામાં આવેલ એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસો ઘટ્યા બાદ નર્સિંગ સ્કૂલમાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી મુખ્ય હોસ્પિટલમાં લઈ જતા ખાલી પડેલી નર્સિંગ સ્કૂલમાં તસ્કરોએ દોઢ માસમાં કોપરની પાઇપલાઇન અને ઓક્સિજન આઉટલેટ મળી 1.46 લાખના સર્જીકલ સાધનોની ચોરી થઈ હોવાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી.

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અજુર્ન કાળુભાઇ માહલા (રહે. ભૂતસાડ, મૂળ રહે. વાંસદા)એ ફરિયાદ નોંધાવી કે કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી નર્સિંગ સ્કૂલ બિલ્ડીંગમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ બનાવવામાં આવ્યો હતો. તે વખતે એક વર્ષથી કોપરની પાઇપલાઇન લગાડવામાં આવી હતી.

કોરોનાના કેસ ઘટી જતાં નર્સિંગ સ્કૂલમાંથી પુનઃ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ખસેડવામાં આવ્યો હતો. આ સ્કૂલ ચાલુ હોય બિલ્ડીંગને તાળું મારવામાં આવ્યું ન હતું. જેમાંથી 1.46 લાખના સર્જીકલ સાધનોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા હેકો રમેશભાઈ દતુભાઈ તપાસ કરી રહ્યા છે.

કેવી રીતે ચોરીની ખબર પડી
2જી ઓક્ટોબરે ફાર્માસિસ્ટને ખબર પડી હતી કે 1લી ઓક્ટોબરે નર્સિંગ સ્કૂલ બિલ્ડીંગમાં કામ કરતા કેતનભાઈએ અજાણ્યા વ્યક્તિને કોપરની ઓક્સિજનની પાઇપલાઈન લઈ જતા તેમની સિવિલના બે વોચમેનને લઈ પીછો કર્યો હતો. અજાણ્યો વ્યક્તિ શાંતાદેવી રોડ પર વંદે માતરમ ચોક પાસે કોપરના 5 મીટરના ટૂકડા અને 1 નંગ ઓક્સિજન આઉટલેટ મૂકી ભાગી છૂટ્યો હતો. આ બાબતે સિવિલ સર્જનને વાત કરી તેમને તપાસ કરવાનું જણાવ્યું હતું અને 1.46 લાખના સર્જીકલ સાધનોની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

નર્સિંગ સ્કૂલમાંથી શું-શું ચોરાયુ
25 મીટર કોપરના પાઇપલાઈન એક મીટરની કિંમત 1150 પ્રમાણે 28750, મેની ફોલ્ડન કોપર ટેઇલ પાઇપ 7 નંગ કિંમત 28 હજાર, 6 નંગ ઓક્સિજન આઉટલેટ કિંમત રૂ. 90 હજાર મળી કુલ 1.46 લાખની ચોરીની ફરિયાદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...