તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સરદાર હાઈટ્સ બિલ્ડીંગમાં 3 ફ્લેટમાં 1.50 લાખની ચોરી

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તસ્કરોએ પોતાની દિવાળી સુધારવા લોકોની બગાડી

નવસારીમાં જયશંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી નગરપલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી આવાસ યોજના અંતર્ગત 5 એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં આવેલા ઔરંગા એપાર્ટમેન્ટમાં 15મી નવેમ્બરે મળસ્કે ૩ થી 5 વાગ્યાના સમયમાં ત્રણ ફ્લેટોનાં તાળા તૂટ્યા હતા. જેમાં પ્રથમ માળે આવેલ ફ્લેટ નં.101માં રહેતા તરુણ રાઠોડનાં ઘરેથી 95 હજાર રોકડા અને 95 હજારનું મંગળસૂત્ર ચોરી કરી ગયા હતા.

ફ્લેટ નં.106માં તારાબેન જીગ્નેશ પટેલના બંધ ઘરમાં લાકડાના કબાટમાં કશું ન મળતા કબાટ અને બેટરીને નુકસાન કરી રૂમમાં ગુરુશંકા કરી ગયા હતા. ચોથા માળે આવેલ ધનરાજ કુંવરનાં ફ્લેટ નબર 401માં જઈને કબાટનાં તાળા તોડ્યા હતા અને બેડરૂમમાં આવેલ પેટીપલંગ પણ તોડી નાંખ્યા હતા અને મુકેલા રૂ. 20 હજાર રોકડા અને એક આઈફોન, બે કેમેરા મળી કુલ રૂ. 1.50 લાખની મત્તાનીની ચોરી થયાની માહિતી મળી છે.

સરદાર હાઈટ્સમાં એકપણ CCTV નહીં
સરકારનાં આદેશ મુજબ સીસીટીવી જાહેર મિલકતોમાં મુકવા ફરજીયાત હોય છે ત્યારે સરદાર હાઈટ્સમાં 5 ઈમારત અને 256 ફ્લેટ આવેલા હોવા છતાં પણ સીસીટીવીની વ્યવસ્થા નહીં હોય પોલીસને તસ્કરોએ ચેલેન્જ આપી હોય તેવું લાગી રહ્યું છે.

પિગી બેંકમાં મુકેલ રોકડા પણ ચોરી ગયા
ચોરી કરવા ગયેલા તસ્કરોએ પહેલા માળેથી બેટરી લઈ ગયા હતા. તે બેટરી ચોથા માળે આવેલા ધનરાજ કુંવરનાં ફલેટમાંથી બેટરી અને પહેલા માળેથી ખોલેલું તાળું મળી આવ્યું હતું. જ્યારે તસ્કરોએ બાળકે પોતાની વડીલો તરફથી મળેલ પિગી બેંકને પણ તસ્કરોએ છોડી ન હતી અને તેમાં મુકેલ રોકડા ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો