તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:કબીલપોરનો પરિવાર ખેતરે ગયો અને ધોળા દિવસે તસ્કરો સવા લાખની કિંમતના સાડા આઠ તોલા ઘરેણા ચોરી ગયા

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કબીલપોરના શિવનગરમાં ઘરમાંથી 10થી 12 તોલા સોનું અને રોકડ રકમ સહિતની ચોરી

કબીલપોરમાં રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવાર નજીકનાં ગામે આવેલા તેમના ખેતરે બપોરે 12.30 કલાકે ગયો હતો. જ્યાંથી સાંજે 6.30 કલાકે ઘરે પરત ફરતા ચોરી થયાનું જણાયું હતું. તસ્કરો 6 કલાકમાં જ ઘરમાંથી સાડા આઠ તોલાના દાગીના મળી રૂ. 1.27 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. એક તરફ પોલીસ 31મી ડિસેમ્બર નિમિત્તે બંદોબસ્ત માટે આયોજન કરી રહી છે ત્યારે તસ્કરોએ ગ્રામ્ય પોલીસને દોડતા કરી દીધા છે.

કબીલપોરનાં શિવનગર સોસાયટીમાં પરેશ નાગર પટેલ (ઉ.વ. 53, મુળ રહે. અષ્ટગામ, સામર ફળિયા, તા.જિ. નવસારી) પરિવાર સાથે રહે છે. પરેશભાઈ પટેલની જમીન અષ્ટગામમાં આવેલી છે. તેઓ સવારે ખેતરે ખેતીકામ અર્થે દરરોજ જતા હતા. 27મી ડિસેમ્બરે પરેશભાઈ પટેલ પત્ની સાથે અષ્ટગામમાં આવેલા ખેતરે રાબેતા મુજબ ગયા હતા. તેમના ઘરમાં કામ કરવા આવતી મહિલા ઘરકામ કરીને બપોરે 12.30 કલાકે ઘરે ગઈ હતી. પરેશભાઈ પટેલ સાંજે 6.30 વાગ્યાનાં અરસામાં ઘરે આવ્યા ત્યારે તેમના ઘરનાં મુખ્ય દરવાજાનું તાળુ નકુચા સાથે તૂટેલી હાલતમાં જોયું હતું. તેમણે ઘરમાં પ્રવેશીને જોતા બેડરૂમમાં મુકેલ લાકડાનાં કબાટને તોડી સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. પરિવારે તપાસ કરતા કબાટમાં મુકેલ દાગીના મળી કુલ રૂ. 1.27 લાખની ગાયબ જણાયા હતા. આ અંગે પરેશ પટેલે ચોરી થયાની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાવી હતી. જેને પગલે ગ્રામ્ય પોલીસ અને એલસીબી પણ ઘટનાસ્થળે ધસી આવી તપાસ હાથ ધરી હતી. શિયાળાની ઠંડીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી પોલીસની ઊંઘ ઉડાવી દીધી હતી. આ બનાવની પીએસઆઈ પી.વી.પાટીલે તપાસ હાથ ધરી છે.

કબીલપોરના શિવનગરમાં 1.27 લાખની ચોરી
હાઈવેથી અડીને આવેલા કબીલપોરના શિવનગરમા રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા પરેશભાઈ પટેલ અને તેમના પત્ની ગઇકાલે સવારે અષ્ટગામ ખાતે ખેતીના કામ અર્થે ગયા હતા. સાંજે છ વાગ્યે ઘર આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદરનો સામાન વેર વિખેર હાલતમાં હતો. તેમણે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવમાં ઘરમાંથી 10થી 12 તોલા સોનું અને રોકડ રકમ સહિત 1.27 લાખની મત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વાંસદામાં બંધ ઘરના તાળાં તૂટયાં
વાંસદા નગરમાં જૂના દરબાર,જમાદાર ફળિયામાં અને ભ્રમદેવ સોસાયટીમાં બંધ ઘરોને ટાર્ગેટ બનાવી અજાણ્યા લુટારુઓએ તાળાં તોડી લૂંટ ચલાવી. મકાન માલિક દિલીપભાઈ રાજપુત ,સાજીદભાઈ એડવોકેટ અને સંજયભાઈ સોલંકી આ બનાવ રાત્રે 3.00 વાગ્યેથી મળસ્કે 5 વાગ્યે સુધીમાં આ ત્રણેય ઘરના તાળાં તોડી મુદ્દામાલ લઈ ફરાર થયા હતાં. આજુબાજુ પુછપરછ તપાસ કરતાં ઈકો કારમાં આશરે સાત જેટલાં શખ્સો હોવાનું જાણવા મળેલ છે. સંજયભાઈ સોલંકી તરફથી વાંસદા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ અપાતાં પી. એસ.આઈ.વિરેન્દરસિંહ વાઘેલા એ સ્થળ પર મુલાકાત લઈ આગળ ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો